Breaking News :
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન! એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી

વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા

September 22, 2026

IIT-B Hostel Ceiling Fans Replace Wall-Mounted Fans: IIT બોમ્બેમાં B.Techના બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થી સાહિલ વાકોડેએ આત્મહત્યા કર્યા બાદ હાલ કેમ્પસમાં હોબાળો મચી રહ્યો છે. ત્યારે આ દરમિયાન એક મોટો બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીની મોત બાદ હવે સીલિંગ ફેનને હટાવીને તેની જગ્યાએ વૉલ-માઉન્ટેડ ફેન લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના રહેવાસી અને એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી સાહિલનો મૃતદેહ શુક્રવારે પવઈ કેમ્પસ સ્થિત તેની હોસ્ટેલના રૂમમાં લટકતી હાલતમાં મળ્યો હતો. ત્યારે તંત્રએ હવે સીલિંગ ફેનની જગ્યાએ દીવાલ પર ફિટ કરવાના પંખા લગાવવાનું કામ શરૂ કર્યું છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, વિદ્યાર્થીઓની આત્મહત્યાની હાલની ઘટનાઓ બાદ IIT બોમ્બે હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવવાની કામગીરી ચાલી રહી છે. કેમ્પસમાં તમામ હોસ્ટેલ અને અન્ય જરૂરી જગ્યાઓએ વૉલ માઉન્ટેડ ફેન લગાવવામાં આવશે. કેમ્પસમાં આ વૉલ માઉન્ટેડ ફેન મોટા પ્રમાણમાં મૂકવામાં આવ્યા હતા, તેની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહી છે. NCP (SP)ના પ્રવક્તા અનીશ ગવંડેએ આઇઆઇટી બોમ્બેના આ પગલાંની ટીકા કરતા કહ્યું કે, પંખા બદલવાથી વિદ્યાર્થીઓની આત્મહત્યાની સમસ્યાનું સમાધાન નહીં થઈ શકે. તેમણે સવાલ કર્યો કે, તેની જગ્યાએ આત્મહત્યા રોકવા માટે માનસિક સ્વાસ્થ્યની મદદ માટે પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. ગવંડેએ ઉમેર્યું હતું કે, ‘શું IIT બોમ્બેને ખરેખર એવું લાગે છે કે, સીલિંગ ફેનની જગ્યાએ વૉલ-માઉન્ટેડ ફેન લગવવાથી દેશભરની IITમાં આત્મહત્યાની સમસ્યા પૂરી થઈ જશે? છેલ્લા 20 વર્ષમાં IITમાં 117થી વધુ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે.’ જુલાઈમાં એક વિદ્યાર્થીની આત્મહત્યા પછી સંસ્થાએ પંખા બદલવાની વાત કરી હતી અને ગયા અઠવાડિયે સાહિલની આત્મહત્યા બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.