Breaking News :
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન! એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી

એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું

September 22, 2026

મુંબઈ : ઊંચા ભાવને પરિણામે વર્તમાન વર્ષના એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં ભારતનું ક્રુડ ઓઈલ આયાત બિલ વાર્ષિક ધોરણે ૪૮ ટકા વધી અંદાજે ૭૫ અબજ ડોલર પહોંચી ગયાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ પાંચ મહિનામાં વોલ્યુમની દ્રષ્ટિએ આયાતમાં ખાસ બદલાવ જોવાયો નથી પરંતુ ઊંચા ભાવને કારણે બિલમાં વધારો જોવા મળ્યો છે એમ પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલના સુત્રોએ જણાવ્યું હતું. પશ્ચિમ એશિયાનું યુદ્ધ વકરતા ક્રુડ તેલના ભાવ ફરી પાછા ૧૦૦ ડોલરની ઉપર પ્રવર્તી રહ્યા છે. ગયા વર્ષના એપ્રિલથી ઓગસ્ટમાં ૧૦.૧૧ કરોડ ટનની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન ગાળામાં ભારતે ૧૦.૦૭ કરોડ ટન ક્રુડ તેલની આયાત કરી હતી. ભાવમાં વ્યાપક તફાવતને કારણે બિલ ઊંચુ આવ્યું છે.
એકલા ઓગસ્ટમાં આયાત બિલ ૧૮ ટકા વધી ૧૧.૭૦ અબજ ડોલર રહ્યું હતું જ્યારે વોલ્યુમ ૩ ટકા ઘટી ૧.૯૦ કરોડ ટન રહ્યાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. સપ્ટેમ્બરમાં ભારતની ક્રુડ બાસ્કેટનો સરેરાશ ભાવ વધી પ્રતિ બેરલ ૧૧૩.૯૦ ડોલર રહ્યો હતો જે ગયા વર્ષના સમાન મહિનામાં ૬૯.૬૧ ડોલર જોવાયો હતો. વિશ્વમાં ભારત ક્રુડ તેલનો ત્રીજો મોટો વપરાશકાર દેશ છે. દેશમાં ક્રુડ ઓઈલની આવશ્યકતાના ૮૫ ટકા આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. ભારતની ક્રુડ તેલની વાર્ષિક આયાત બે અબજ બેરલ આસપાસ રહે છે અને બેરલ દીઠ એક ડોલરના વધારા સાથે આયાત બિલમાં વાર્ષિક બે અબજ ડોલર સુધીનો વધારો થાય છે.