મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું પણ નામ ઉછળ્યુ

March 20, 2026

દિલ્હી ઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મિઝોરમમાં ગેરકાયદે ઘૂસવા અને ગેરકાયદે પ્રવત્તિમાં સામેલ હોવા મામલે 17 માર્ચે 6 યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિક ધરપકડ કરી હતી. આ શંકાસ્પદોની દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આ મામલે યુક્રેને ગંભીર પ્રતક્રિયા આપી તેમાં રશિયાની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે. આ નાગરિકો કોઈપણ મંજૂરી લીધા વગર મિઝોરમમાં પ્રવેશ્યા હતા અને તેમના પર ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો પણ આક્ષેપ છે. ભારતમાં છ યુક્રેનિયન નાગરિકોની ધરપકડનો યુક્રેને વિરોધ કર્યો છે. યુક્રેન દુતાવાસે એક્સ પર એક પ્રેસ રિલીઝ જાહેર કરી કહ્યું છે કે, રશિયાએ સૂચના આપ્યા બાદ ભારતમાં યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. યુક્રેને કોઈપણ પ્રકારના આતંકવાદને પ્રોત્સાહન આપતું નથી. યુક્રેન દર દિવસે રશિયન આતંકનો સામનો કરી રહ્યું છે. આ જ કારણે કારણે અમે તમામ પ્રકારના આતંકવાદ વિરુદ્ધ લડવાના પક્ષમાં છીએ. યુક્રેને યાદ અપાવ્યું છે કે, ભારત અને યુક્રેન તમામ પ્રકારના આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને લડવાની પ્રતિદ્ધતા દર્શાવી છે. પ્રેસ રિલિઝમાં કહેવાયું છે કે, છ યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરવાની જાહેર સૂચનાઓ અને મીડિયા રિપોર્ટથી એવા સંકેત મળે છે કે, રશિયા દ્વારા ભારતને અપાયેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ભારત સ્થિત યુક્રેન દુતાવાસ ચિંતિત છે. ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં થયેલી આ કાર્યવાહી સંકેત આપે છે કે, ધરપકડનો મામલો સુનિયોજિત અને રાજકીય પ્રેરિત છે.