Breaking News :
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90% થી વધી જતાં હાઇએલર્ટ

July 28, 2025

કચ્છ : ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. અત્યાર સુધીના વરસાદના કારણે જળાશયની સ્થિતિમાં પણ સતત સુધારો થયો છે. હાલ રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે.

ગુજરાતના 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. 62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે. હજુ પણ 36 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25થી નીચું છે. હાલ ગુજરાતના 48 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઈએલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 21 જળાશયો એલર્ટ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.માં હાલનો સંગ્રહ કુલ ક્ષમતાના 60.72 ટકા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 57 ટકા, મધ્ય ગુજરાતમાં 66 ટકા, દક્ષિણ ગુજરાતમાં 61 ટકા, કચ્છમાં 56 ટકા, સૌરાષ્ટ્રમાં 66 ટકા જેટલું જળસ્તર છે.