Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

અમદાવાદ પ્લેન ક્રેશઃ 251 મૃતકના DNA સેમ્પલ મેચ થયા, 245 મૃતદેહ સોંપાયા

June 22, 2025

અમદાવાદ: ૧૨ જૂનનાં રોજ અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં ૨૫૧ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૪૫ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે ૬ પરિવાર નજીકના સમયમાં સ્વજનોના મૃતદેહ સ્વીકારશે એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ૨૪૫ મૃતકોમાં ૧૭૬ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૪૯ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમ જ ૧૨ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે.
ડો. રાકેશ જોશીએ સોંપવામાં આવેલા મૃતદેહોની વિગતો પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉદયપુર ૭, વડોદરા ૨૪, ખેડા ૧૧, અમદાવાદ ૭૦, મહેસાણા ૭, બોટાદ ૧,  જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૨૬, ભરૂચ ૭, સુરત ૧૨, પાલનપુર ૧,  ગાંધીનગર ૭,  મહારાષ્ટ્ર ૨,  દીવ ૧૪, જૂનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૧, લંડન ૧૦, પટના ૧, રાજકોટ ૩, રાજસ્થાન ૨,  મુંબઈ ૧૦, નડિયાદ ૧ , જામનગર ૨, પાટણ ૩, દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧, નાગાલેન્ડ ૧, મોડાસા ૧, ખંભાત ૨, પુણે ૧, મણિપુર ૧ના મૃતદેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.


તેમણે વધુમાં ઉમેર્યું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.