Breaking News :
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયના રાજીનામા પર સંતોના સવાલો, અન્ય પદાધિકારીઓની પણ પૂછપરછ થશે ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉદી અરબમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડતાં 25 લોકોનાં મોત અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક કરનાર ગુજરાતી યુવક દોષિત, દંડ સાથે જેલ અને દેશનિકાલની શક્યતા મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, યેલો એલર્ટ અપાયું, : અંધેરી સબવે બંધ, પાલિકાની પોલ ખુલી, કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્પ પરિવારને કરોડોનો નફો રળ્યાનો આરોપ, 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર ઉઠ્યા સવાલ

અજિત પવાર પ્લેન ક્રેશ: આવતીકાલે અંતિમ સંસ્કાર, ફડણવીસ અને શિંદે બારામતી પહોંચ્યા

January 28, 2026

મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારનું બુધવારે (28 જાન્યુઆરી) સવારે એક પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 11 વાગ્યે બારામતી ખાતે કરવામાં આવશે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પહેલેથી જ બારામતી પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થવા બારામતી જાય તેવી પ્રબળ શક્યતા છે.

અજિત પવાર પોતાના ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈથી બારામતી આવી રહ્યા હતા. સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. લેન્ડિંગ સમયે વિમાન સંતુલન ખોઈ બેઠું અને જોરદાર ધડાકા સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં બે પાયલોટ, એક પીએસઓ અને એક અટેન્ડન્ટનો સમાવેશ થાય છે.