પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
June 29, 2026
કરાચીમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ અફઘાનિસ્તાન સરહદ પર મોટી સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે. પાકિસ્તાને જમીની અને હવાઈ હુમલા કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના ઓછામાં ઓછા 29 લડવૈયાઓને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે. રાતોરાત કરવામાં આવેલા આ ભીષણ બોમ્બમારાને કારણે બંને દેશો વચ્ચે સરહદી તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે.
આ સૈન્ય ઓપરેશન કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં સિંધ રેન્જર્સના પરિસર પર થયેલા હુમલા બાદ કરવામાં આવ્યું છે. તે આતંકી હુમલામાં પાકિસ્તાનના 4 જવાનો શહીદ થયા હતા, જ્યારે જવાબી કાર્યવાહીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક અફઘાન નાગરિકને જીવતો પકડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પાકિસ્તાની સેનાએ સરહદ પાર આકરો પ્રહાર કર્યો છે.
પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારે જણાવ્યું કે દેશભરમાં વધતા આતંકી હુમલાઓને રોકવા માટે પક્તિયા, પક્તિકા અને કુનારમાં આવેલા આતંકીઓના ત્રણ મુખ્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદથી પાકિસ્તાનમાં સુરક્ષા દળો પરના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ સૈન્ય કાર્યવાહીની સાથે પાકિસ્તાન સરકારે દેશમાં રહેતા તમામ અફઘાન નાગરિકોને આગામી 10 દિવસની અંદર પાકિસ્તાન છોડી દેવાનો કડક આદેશ આપ્યો છે. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ગેરકાયદેસર રીતે વસતા અફઘાન નાગરિકોની અટકાયત કરીને તેમની સામે કાયદાકીય કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. બીજી તરફ આ ભીષણ હુમલાઓ અંગે અફઘાનિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026