ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉદી અરબમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડતાં 25 લોકોનાં મોત
June 29, 2026
ફ્રાન્સ અને સાઉદી અરબમાં બનેલી બે અલગ-અલગ ગોઝારી હવાઈ દુર્ઘટનાઓમાં કુલ 25 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ફ્રાન્સના ટોમ્બ્લેન વિસ્તારમાં સ્કાયડાઇવર્સને લઈ જતું એક વિમાન તૂટી પડતાં 11 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બીજી તરફ, સાઉદી અરબના રાસ તનુરા શહેરમાં સાઉદી અરામકો કંપનીનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં 14 સાઉદી નાગરિકોનાં મોત થયા હતા.
ફ્રાન્સમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટના બાદ વિમાનમાં પ્રચંડ વિસ્ફોટ થવાની દહેશત હોવાથી સુરક્ષાના ભાગરૂપે આસપાસના સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. રાહત કામગીરીમાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે પોલીસે સામાન્ય નાગરિકોને આ વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટે અપીલ કરી હતી. હાલમાં વિમાન કંપનીના અધિકારીઓ અને પોલીસ દ્વારા આ અકસ્માત પાછળના કારણો જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ સાઉદી અરબના રાસ તનુરા શહેરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ 14 લોકો સાઉદી નાગરિકો જ હતા. સાઉદી અરબના ઊર્જા મંત્રાલયે આ બનાવ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટર તૂટી પડવા પાછળના સત્તાવાર કારણો નક્કી કરવા માટે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને હાલમાં આ મામલે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
સાઉદી અરબના ઊર્જા મંત્રાલયે આ કમનસીબ ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. બંને દેશોમાં બનેલી આ હવાઈ દુર્ઘટનાઓને પગલે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, બંનેમાંથી એકપણ ઘટનાનું કોઈ સત્તાવાર અને નક્કર કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તપાસ એજન્સીઓ વહેલી તકે અકસ્માતનું સાચું કારણ શોધવાના સઘન પ્રયાસો કરી રહી છે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026