અમારું વિઝન હિન્દ મહાસાગરને અવસરોનું મહાસાગર બનાવવાનું છે : મોદી
June 28, 2026
સેશેલ્સ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેશેલ્સ દેશે પોતાના સર્વોચ્ચ સન્માન 'ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઇઝન'થી સન્માનિત કર્યા છે. આ પુરસ્કાર તેમને પર્યાવરણના રક્ષણ અને વિશ્વમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવ્યો છે. પોતાની મુલાકાત દરમિયાન PM મોદીએ સેશેલ્સ દેશની સંસદને પણ સંબોધન કર્યુ, સાથેજ નાનકડા એવા દેશમાં 50 વર્ષમાં આવેલા બદલાવોને પણ બિરદાવ્યા, અને ભારત-સેશેલ્સના 50 વર્ષ જૂના સબંધોને પણ યાદ કર્યા. પોતાની સેશેલ્સ મુલાકાત દરમિયાન વડાપ્રધાને એક ખૂબ જ સુંદર અને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યુ કે, 'ભારત એવા હિંદ મહાસાગરની કલ્પના કરે છે, જ્યાં દરિયાઈ સુરક્ષાની સાથે આર્થિક સમૃદ્ધિ પણ વધે. જ્યાં આપણી ભાગીદારી કદ (આકાર) પર નહીં, પરંતુ પરસ્પર સન્માન અને વિશ્વાસ પર આધારિત હોય. અને જ્યાં આપણે દરેક દેશ માત્ર આજુબાજુમાં નહીં, પણ સાથે-સાથે ચાલીએ. અમારું વિઝન હિંદ મહાસાગરને તકોનો મહાસાગર બનાવવાનો છે.' વડાપ્રધાન મોદીને રવિવારે સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની દ્વારા 'ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઇઝન' ની માનદ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીને કોઈપણ વિદેશી રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલું આ 34મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. વડાપ્રધાન મોદી શનિવારે આ દ્વીપસમૂહ દેશ સેશેલ્સ પહોંચ્યા છે, જ્યાં તેઓ દેશના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પોતાનો સંદેશ શેર કરતા PM મોદીએ લખ્યું કે, 'હું નમ્રતાપૂર્વક આ સન્માનનો સ્વીકાર કરું છું, અને તેને તે તમામ દેશોને સમર્પિત કરું છું, જેઓ આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) ના પડકારનો સામનો કરી રહ્યા છે, અને પર્યાવરણ સંરક્ષણને આવનારી પેઢીઓ પ્રત્યેની પોતાની જવાબદારી માને છે. આ એક ગંભીર પડકાર છે, જેનો આપણે સાથે મળીને સામનો કરવો પડશે.' વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત, 'પૃથ્વીને વધુ હરિયાળી અને ટકાઉ બનાવવા માટે તમામ શક્ય યોગદાન આપવા તૈયાર છે. આ આપણી વિવિધ સ્થાનિક નીતિઓ, 'મિશન લાઈફ' પર આપવામાં આવી રહેલા વિશેષ ભાર અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ), આપત્તિ-પ્રતિરોધક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન જેવી વૈશ્વિક પહેલોમાં આપણી સક્રિય ભૂમિકાથી સ્પષ્ટ થાય છે.' ઉલ્લેખનીય છે કે, આ જ મહિને વડાપ્રધાન મોદીને સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ (ફર્સ્ટ ક્લાસ)' થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026