Breaking News :
અમેરિકી શાંતિદૂતોની મુલાકાત બાદ રશિયનો કીવ પર ડ્રોન-મિસાઈલ હુમલો, 2ના મોત, 10 ઘાયલ, અનેક ઈમારતોને નુકસાન કૈરોમાં ઈરાને અમેરિકાને આર્થિક યુદ્ધની ધમકી આપતાં તણાવ, સાઉદીના શહેરોમાં હુથીઓનો હુમલો, 73 ઘાયલ અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા

મિયામીમાં એમેઝોન કાર્ગો વિમાન રનવે પરથી ઉતરી જતા 5નાં મોત, તપાસકર્તાઓએ બ્લેક બોક્સ રિકવર કર્યા

September 08, 2026

અમેરિકાના મિયામીમાં 6 સપ્ટેમ્બરે લેન્ડિંગ વખતે વખતે એમેઝોન પ્રાઇમ એર કાર્ગો વિમાન રનવે પરથી ઉતરી જતાં જમીન પરના 5 લોકોનાં મોત નિપજ્યા છે. યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના ચેરમેન જેનિફર હોમેન્ડીએ 7 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, તપાસકર્તાઓએ ક્ષતિગ્રસ્ત વિમાનમાંથી ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર મેળવી લીધા છે. વધુ ચકાસણી અર્થે 7 સપ્ટેમ્બરની રાત્રે બંને બ્લેક બોક્સ વોશિંગ્ટન સ્થિત એજન્સીના મુખ્ય મથકે મોકલી દેવાયા છે.

મિયામી સ્થિત 21 એર એલએલસી સંચાલિત આ 32 વર્ષ જૂનું બોઇંગ 767-33 વિમાન રનવે પર અંદાજિત 396 મીટર જેટલું ઢસડાઈ ગયું હતું. આ વિમાને એરપોર્ટના મેદાનમાં સાત સફાઈ કર્મચારીઓથી ભરેલી એક ઇકોનોલિન વાન અને કમ્પાઉન્ડની બહારના રસ્તા પર પસાર થતી ટોયોટા એસયુવીને અડફેટે લીધી હતી.

અધિકારીઓએ 7 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં અન્ય 5 લોકો ઘાયલ થયા છે, જેમાં ત્રણની હાલત ગંભીર છે. જોકે, વિમાનમાં સવાર પાઇલટ અને સહ-પાઇલટનો આબાદ બચાવ થયો છે. હોમેન્ડીએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે બંને પાયલોટની હજુ સુધી પૂછપરછ કરવામાં આવી નથી.

મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 32 સભ્યોની તપાસ ટીમનું નેતૃત્વ કરતા હોમેન્ડીએ પ્રાથમિક વિગતો આપતા કહ્યું કે, તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરી શકાશે નહીં. હાલ NTSB દ્વારા પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે. દુર્ઘટના સ્થળ અને વિમાનમાંથી જેટ ઇંધણ દૂર કરવાનું કામ ચાલુ હોવાથી, એરપોર્ટના ચારમાંથી બે રનવે હજુ બંધ રાખવામાં આવ્યા છે.