અમેરિકાએ વર્ક પરમિટનો પાંચ વર્ષનો સમય ઘટાડીને માત્ર દોઢ વર્ષનો કર્યો
December 08, 2025
વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં સત્તા સંભાળ્યા બાદથી જ ઈમિગ્રન્ટ્સ પર તવાઈ શરૂ કરી છે. ટ્રમ્પ સરકારે હવે ઈમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે, જેની સીધી અસર ત્યાં કામ કરતા હજારો ભારતીય સહિતના વસાહતીઓ પર પડશે. ટ્રમ્પ સરકારે નવા નિયમ હેઠળ વર્ક પરમિટનો મહત્તમ સમયગાળો પાંચ વર્ષથી ઘટાડીને માત્ર દોઢ વર્ષનો કરી નાંખ્યો છે. બીજીબાજુ ટ્રમ્પ સરકારે દુનિયાભરમાં અમેરિકન દૂતાવાસોને એવા અરજદારોના વિઝા રદ કરવા કહ્યું, જેમણે ફેક્ટ-ચેકિંગ, કન્ટેન્ટ મોડરેશન, કમ્પ્લાયન્સ અથવા ઓનલાઈન સુરક્ષા સંબંધિતપદો પર કામ કર્યું હોય. ટ્રમ્પ સરકારે અમેરિકાની ઈમિગ્રેશન સિસ્ટમમાં એક મોટો ફેરફાર કરતા યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ)એ જાહેરાત કરી છે કે હવે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (ઈએડી)ની મહત્તમ સમય મર્યાદા ઘટાડી દેવાઈ છે. એજન્સીનું કહેવું છે કે સુરક્ષા તપાસને મજબૂત કરવા અને સંભવિત જોખમોની ભાળ મેળવવા માટે ઈમિગ્રેશન નિયમોમાં આ ફેરફાર જરૂરી છે. ટ્રમ્પ સરકારના નવા નિયમની અસર એવા વસાહતીઓ અથવા શરણાર્થીઓ પર પડશે જેમના દેશનિકાલ પર સ્ટે મૂકાયેલો છે અથવા જેઓ રાજ્યાશ્રય અથવા ગ્રીન કાર્ડના ચૂકાદાની રાહ જોઈ રહ્યા છે. તેમને અમેરિકામાં વર્ક પરમિટ મળશે, જેની સમય મર્યાદા માત્ર ૧૮ મહિના જ હશે. અન્ય એક ફેરફારમાં અસ્થાયી પ્રોટેક્ટેડ સ્ટેટસ (ટીપીએસ) ધારકો, પેરોલ પર આવેલા લોકો, પેન્ડિંગ ટીપીએસ અરજદારો અને તેમની સાથે સંકળાયેલી કેટેગરી માટે વર્ક પરમિટને તેમના ઓથરાઈઝ સ્ટેના આધાર પર એક વર્ષ અથવા તેનાથી ઓછો કરાયો છે. આ ફેરફાર પાંચ ડિસેમ્બર અથવા ત્યાર પછી ફાઈલ કરાયેલા બધા જ પેન્ડિંગ અને ભવિષ્યના ફોર્મ આઈ-૭૬૫ અરજીઓ પર તુરંત લાગુ થશે. યુએસસીઆઈએસે કહ્યું કે, વધુ વખત ઈએડી રિન્યુઅલથી સિક્યોરિટી જોખમની ભાળ મેળવવાની વધુ તકો મળશે. યુએસસીઆઆઈએસે જણાવ્યું કે, નવી નીતિથી અમેરિકામાં કામ કરવાની મંજૂરી માગનારા લોકોની વારંવાર તપાસ થઈ શકશે, જેનાથી છેતરપિંડી અટકાવી શકાશે અને એવી વ્યક્તિઓની ઓળખ કરી શકાશે જેમના ઈરાદા અમેરિકા માટે હાનિકારક હોય, જેથી તેમને દેશમાંથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.
Related Articles
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ ઊંડે સંશોધન કરવા ગયા હતા
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ...
May 16, 2026
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથ...
May 16, 2026
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
Trending NEWS
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં...
14 May, 2026
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું...
14 May, 2026