અમેરિકાની ડબલ ગેમ? શાંતિની વાતો વચ્ચે તણાવ ઉગ્ર, ઈરાનના ઈઝરાયલ પર તાબડતોબ હુમલા
March 25, 2026
અમેરિકા અને ઈઝરાયલ સાથે ઈરાનનો સંઘર્ષ વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે. એક તરફ અમેરિકા શાંતિની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ યુદ્ધ માટેની તૈયારીઓ ચાલુ હોવાના સંકેતો મળી રહ્યા છે. ઈરાન પણ પીછેહઠ કરવા તૈયાર નથી અને ઈઝરાયલ પર સતત હુમલા કરી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે સાઉદી અરબ પણ આ યુદ્ધમાં અમેરિકા સાથે સામેલ છે અને પૂરો સહયોગ આપી રહ્યું છે, જેના કારણે મિડલ ઈસ્ટમાં તણાવ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ તૂર્કી, ઈજિપ્ત અને પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે ચર્ચા કરાવીને સંઘર્ષ શમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દાવા મુજબ આ ત્રણેય દેશો મળીને આગામી 48 કલાકમાં ઈસ્લામાબાદમાં બેઠક યોજવાની તૈયારી કરી રહ્યા છે. આ વચ્ચે ઈરાકમાં સક્રિય ઈરાન સમર્થિત લડાકૂઓએ ઈરબિલમાં એક ઈમારત પર હુમલો કર્યો હતો, જ્યાં અમેરિકન સૈનિકો રોકાયેલા હોવાનું જણાવાયું હતું.
અમેરિકામાં ડેમોક્રેટ્સ દ્વારા ઈરાન સામેના યુદ્ધ દરમિયાન ત્રીજી વખત સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ સંબંધિત સત્તાઓ ઘટાડવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ આ પ્રસ્તાવ ફરીથી ફગાવી દેવામાં આવ્યો હતો. ઈરાને દાવો કર્યો હતો કે તેણે 80મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યો છે. આ ઉપરાંત ઈસ્લામિક રેઝિસ્ટન્સે ઈરાકમાં અમેરિકન સૈન્ય ઠેકાણા વિક્ટોરિયા બેઝને નિશાન બનાવ્યાનો ડ્રોન વીડિયો જાહેર કર્યો હતો.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026