અમરેલી: પતિના સહકર્મીએ દુષ્કર્મ આચર્યું, ફરિયાદ ન લેવાતા આપઘાતનો પ્રયાસ
November 16, 2025
અમરેલી: અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 22 વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મીએ જ દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ કેસમાં પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઊઠી રહ્યા છે, કારણ કે પીડિત પક્ષે આક્ષેપ કર્યો છે કે પોલીસે શરૂઆતમાં ફરિયાદ ન નોંધીને આરોપીને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, યુવતીના પતિના સહકર્મીએ જ આ કૃત્ય આચર્યું હોવાનું કહેવાય છે. 22 વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મી પર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીના પતિએ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં, અસામાજિક તત્ત્વોએ તેને કેસ નહીં નોંધવા માટે ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગંભીર આક્ષેપો છતાં, અમરેલી પોલીસે શરૂઆતમાં ફરિયાદ દાખલ ન કરતાં પીડિત યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી. પીડિત પક્ષનો આક્ષેપ છે કે પોલીસે હજી સુધી ફરિયાદ દાખલ કરી નથી અને આરોપીને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા આખરે પીડિત યુવતીએ હતાશ થઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતીને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવતા જ અમરેલી સિટી પોલીસ દોડતી થઈ હતી. તંત્ર પર દબાણ વધતાં આખરે પોલીસે પીડિત યુવતીની ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં પોલીસની શરૂઆતની નિષ્ક્રિયતા અને પીડિતાના આપઘાતના પ્રયાસને કારણે પોલીસની કામગીરી અને કાયદાના શાસન પર ગંભીર સવાલો ઊભા થયા છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026