માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હુમલો, તોડફોડ કરી સાળા-બનેવીને માર્યા
September 05, 2025
વડોદરા શહેરમાં રાત્રે 11 વાગ્યા પછી લારી-ગલ્લા અને દુકાનો બંધ કરવામાં આવે છે ત્યાર પછી જમવાનું શોધવા માટે નીકળતા કેટલાક માથાભારે તત્વો દ્વારા દુકાનદારો અને રેસ્ટોરન્ટના સંચાલકો પર હુમલાના બનાવો બનતા હોય છે. ગઈ રાત્રે આવો જ વધુ એક બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ન્યુ વીઆઇપી રોડ પર પંચમ ઇલાઇટની બાજુમાં રહેતા અને નાગબાનગર સોસાયટીના નાકા ઉપર નાસ્તાની દુકાન ધરાવતા નરેશભાઈ કેસરા ભાઈએ પોલીસને કહ્યું છે કે ગઈકાલે રાત્રે હું તેમજ મારો સાળો રોનક દુકાને હાજર હતા તે દરમિયાન એક બુલેટ ઉપર બે જણા આવ્યા હતા અને જમવાનું બનાવવાનું કહેતા અમે દુકાન અને લારી બંધ થઈ ગયા છે તેમ કહ્યું હતું. આ વખતે બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી લારી પરનો સામાન ફેંકવા માંડ્યા હતા. તેમજ મારા સાળાને માર માર્યો હતો. એક જણાએ રસોઈ બનાવવાનો મોટો ચમચો લઈ મને બરડા પર માર્યો હતો તેમજ મારા સાળાને નીચે પાડી હાથમાં ઇંટનો ટુકડો લઈ મારતા તેને ઈજા થઈ હતી. અમે બચવા માટે ત્યાંથી ભાગી ગયા હતા. બનાવને પગલે હરણી પોલીસે બંને અજાણ્યા શખ્સ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026