અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ
September 19, 2025
પ્રાપ્ત માહિતી અનુસાર, મેહુલભાઈ ભુવા કાશ્મીરમાં દેશની સરહદોની રક્ષા કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ વીરગતિને પામ્યા હતા. તેમના શહીદીના સમાચાર મળતા જ ધામેલ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
શહીદ વીર જવાન મેહુલ ભુવાનો પાર્થિવ દેહ શુક્રવારે સત્તાવાર રીતે તેમના માદરે વતન ધામેલ ખાતે લાવવા માટે રવાના કરી દેવામાં આવ્યો છે. આજે (શનિવાર) મોડી રાત્રે તેમનો પાર્થિવ દેહ વતન પહોંચશે. લશ્કરી સન્માન અને અદબ સાથે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. શનિવારે સવારે 8 વાગે અંતિમ યાત્રા કાઢવામાં આવશે. મેહુલ ભુવા તેમના ગામ અને મિત્ર વર્તુળમાં ખૂબ જ મિલનસાર અને માયાળુ સ્વભાવ માટે જાણીતા હતા. તેઓ પોતાની માતૃ સંસ્થા, ઉત્તર બુનિયાદી શાળાના પૂર્વ વિદ્યાર્થી હતા. તેમની શહીદીના સમાચારે તેમના મિત્રો, શિક્ષકો અને સમગ્ર પંથકને ઊંડા આઘાતમાં ગરકાવ કરી દીધું છે. આ દુઃખદ ઘટના વચ્ચે, શહીદ જવાન મેહુલ ભુવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ કાશ્મીરના બરફમાં 'જય ઠાકર' લખતા જોવા મળે છે. આ વીડિયો તેમના દેશપ્રેમ અને પોતાની સંસ્કૃતિ પ્રત્યેના લગાવને દર્શાવે છે, જે જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે અને વીર શહીદને સલામ કરી રહ્યા છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026