Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

વડોદરામાં વાતાવરણનો પલટો : આજે સવારથી વાદળીયું વાતાવરણ, બફારાનું પ્રમાણ વધ્યું

May 27, 2025

વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ સમી સાંજે વાતાવરણમાં એકાએ પલટો આવ્યો હતો અને વીજળીના તડાકા ભડાકા સાથે 40 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયા બાદ તૂટી પડેલા ધોધમાર વરસાદ બાદ આજે સવારથી જ આકાશી વાદળા ગોરંભાયેલા છે. જ્યારે વાતાવરણમાં બફારાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ગમે ત્યારે વરસાદ તૂટી પડવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે આગામી તા.29 સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ વડોદરાની મુલાકાતે વડાપ્રધાન મોદી પધાર્યા હતા. પરંતુ તેમના આગમન પૂર્વે રાત્રે તડાકા ભડાકા સાથે તોફાની પવન સહિત ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પરિણામે વિવિધ બે જગ્યાએ તેમના સ્વાગત મંચ પણ તૂટી પડ્યા હતા. ત્યારબાદ આજે વહેલી સવારથી જ વાદળીયા વાતાવરણ વચ્ચે ગરમીનું સામ્રાજ્ય બફારો વધી જતા વધ્યું છે. સુરજદાદાના દર્શન પણ આજે સવારથી જ દુર્લભ થયા છે. વાતાવરણમાં બફારો એકાએક વધી જવાના કારણે ગમે ત્યારે વરસાદ તૂટી પડવાની શક્યતા નકારી શકાતી નથી.