ઓમાનની મધ્યસ્થતા સાથે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસો
February 06, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ શરૂ થવાની આશંકાના કારણે મિડલ ઈસ્ટના દેશો ચિંતામાં મુકાઈ ગયા છે. બંને દેશો શાંત પડે અને યુદ્ધ જેવી સ્થિતિ ઉભી ન કરે તે માટે હવે ઓમાને મહત્ત્વની પહેલ શરૂ કરી દીધી છે. આ માટે ઓમાને મધ્યસ્થતા કરી રાજધાની મસ્કતમાં અમેરિકા-ઈરાન વચ્ચે બેઠક યોજી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે મસ્કતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસેના પેલેસમાં આજે (6 ફેબ્રુઆરી) બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમેરિકન અધિકારીઓ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi)નું પ્રતિનિધિમંડળ આવ્યું હતું. ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલે કહ્યું કે, અરાઘચી ઓમાનના વિદેશમંત્રી બદ્ર અલ-બુસૈદી સાથે મુલાકાત કરવા માટે મસ્કત આવ્યા છે.
ઓમાને કહ્યું છે કે, તહેરાનમાં ચાલી રહેલા પરમાણુ કાર્યક્રમના કારણે ઈરાન સાથે અમેરિકાનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને શાંત પાડવા માટે ઓમાને મધ્યસ્થતા કરી છે. ઓમાનના વિદેશ મંત્રાલયે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘વિદેશ મંત્રી બદ્ર અલ-બુસૈદી (Sayyid Badr Al-Busaidi)એ ઈરાનના વિદેશ મંત્રી, પશ્ચિમ એશિયામાં અમેરિકન રાજદૂત સ્ટીવ વિટકૉફ (Steve Witkoff), રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના જમાઈ જેરેડ કુશનર (Jared Kushner) સાથે અલગ-અલગ મુલાકાત કરી છે. આ બેઠકનો હેતુ રાજદ્વારી સંબંધો સુધારવા, વિવાદનો નિવેડો લાવવા માટેનો છે.
Related Articles
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ...
Jul 03, 2026
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ ઊઠાવ્યા
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4...
Jul 01, 2026
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા દક્ષિણ કોરિયાનું 576 અબજ ડોલરનું જંગી રોકાણ
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્ર...
Jun 30, 2026
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધ...
Jun 29, 2026
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 2...
Jun 29, 2026
Trending NEWS
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026