એર ઈન્ડિયા ફ્લાઈટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ! વિમાન સેવાથી હટાવાયું, અમદાવાદ પ્લેન ક્રેશ સાથે કનેક્શન
February 03, 2026
એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર પ્લેનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ખામી સર્જાઈ હોવાના દાવાથી હડકંપ મચ્યો છે. આ પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટથી ઉડાન ભરીને સોમવારે સવારે બેંગલુરુ પહોંચ્યું હતું. પ્લેનમાં 200થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ AI-132ના બેંગલુરુમાં લેન્ડિંગ બાદ પાયલટે વિમાનની 'ડિફેક્ટ લોગ બુક'માં નોંધ્યું હતું કે- ડાબા એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ 'રન' (Run) થી 'કટ ઓફ' (Cut-off) તરફ સરકી રહી હતી અને લોક થઈ રહી નહોતી.
એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, પાયલટનો રિપોર્ટ મળતાની સાથે જ વિમાનને ફ્લાઈટ ઓપરેશનમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ મામલે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) ને પણ જાણ કરવામાં આવી છે. એરલાઇનના જણાવ્યા અનુસાર, તપાસ માટે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM એટલે કે બોઈંગ કંપની) ને પણ સામેલ કરવામાં આવી છે.
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલો પ્લેન ક્રેશ પણ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં એન્જિન સ્ટાર્ટ કરવામાં પડેલી મુશ્કેલીને કારણે થયો હોઇ શકે છે. કારણ કે આ એક ગંભીર સમસ્યા છે. જ્યારે પાયલોટ પ્લેન ટેકઓફ કરાવી રહ્યો હોય ત્યારે તેનું અનેક અન્ય બાબતો પર પણ ધ્યાન હોય છે. તેવામાં ફ્યૂલ સ્વિચ લોક ન થઇ હોય અને દુર્ઘટનાબની હોઇ શકે છે.
Related Articles
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇ...
Jun 23, 2026
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યોર્જ કુરિયનને રાજ્યસભાની ટિકિટ ન મળતાં મંત્રી પદ છોડ્યું
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યો...
Jun 23, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલ...
Jun 22, 2026
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવની શિવસેનામાં હડકંપ, ઈમરજન્સી બેઠક
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં...
Jun 22, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026