અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ
June 23, 2026
હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષે અલ-નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આશંકા છે, જેના લીધે દેશમાં ખાંડનું સંકટ ઊભું થઈ શકે છે. આ સિવાય સરકારના ઇથેનોલ બ્લૅન્ડિંગ પ્રોગ્રામ પર વધતા ફોકસને લીધે પણ શેરડીનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ પરિસ્થિતિને જોતાં આગામી ઓછામાં ઓછા 3 વર્ષ સુધી ભારત પાસે મોટા પાયે નિકાસ કરવા માટે વધારાની ખાંડ ઉપલબ્ધ નહીં રહે. ભારત વિશ્વના અગ્રણી ખાંડ ઉત્પાદક દેશોમાં સ્થાન ધરાવે છે, પરંતુ આગામી વર્ષોમાં આ ચિત્ર બદલાઈ શકે છે.
ભારતમાં શેરડીની ખેતીનો મોટો આધાર ચોમાસા પર રહેલો છે. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આ વર્ષે વરસાદ ઓછો રહી શકે છે અને જૂન મહિનામાં પણ દેશના ઘણા વિસ્તારોમાં ઓછી વર્ષા થઈ છે. પાણીની અછતની ભીતિને કારણે હવે કેટલાક ખેડૂતો શેરડીને બદલે સોયાબીન, તુવેર અને અન્ય ઓછું પાણી માગતા પાકો તરફ વળી રહ્યા છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો આગામી સીઝનમાં શેરડીના વાવેતર અને ઉત્પાદન બંને પર માઠી અસર પડી શકે છે.
ઉદ્યોગ જગતના આંકડા અનુસાર 2025-26ની સીઝનમાં ભારતનું ખાંડ ઉત્પાદન ઘટીને આશરે 2.79 કરોડ ટન રહેવાની ધારણા છે. તેની સામે દેશમાં દર વર્ષે ખાંડની ઘરઆંગણે વપરાશ લગભગ 2.85 કરોડ ટન જેટલી થાય છે. એટલે કે દેશમાં ખાંડની જરૂરિયાત તેના ઉત્પાદન કરતાં વધુ રહેશે. આ તફાવતને કારણે ખાંડ મિલો પાસે બચેલો સ્ટોક ઘટીને માત્ર 35 લાખ ટન આસપાસ રહી જશે, જે છેલ્લા કેટલાક દાયકાઓનું સૌથી નીચું સ્તર હશે.
સરકાર ક્રૂડ ઓઇલના આયાત બિલને ઘટાડવા માટે પેટ્રોલિયમમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા પર ખાસ ભાર મૂકી રહી છે. આ માટે શેરડી અને તેના બાય-પ્રોડક્ટ્સનો ઉપયોગ ઇથેનોલ બનાવવામાં મોટા પાયે થઈ રહ્યો છે. હાલમાં દેશમાં ઇથેનોલની માગ આશરે 12થી 13 અબજ લીટર છે, જે આગામી વર્ષોમાં વધીને 30 અબજ લીટર સુધી પહોંચી શકે છે. આ સંજોગોમાં શેરડીનો એક બહુ મોટો હિસ્સો ખાંડ બનાવવાના બદલે ઇથેનોલ ઉત્પાદન તરફ ડાયવર્ટ થઈ જશે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026