Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન

June 23, 2026

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા મહિલા ખેલાડીઓ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે માતા બનનારી મહિલા ક્રિકેટરોની કારકિર્દીનો અંત નહીં આવે. ગર્ભાવસ્થા પછી મહિલા ખેલાડીઓ મેદાન પર સુરક્ષિત અને મજબૂત વાપસી કરી શકે તે માટે આઈસીસીએ નવી માર્ગદર્શિકા અને 6 નિયમો જાહેર કર્યા છે. આ માર્ગદર્શિકામાં વાપસી માટે 16 અઠવાડિયાનો એક ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આ નવી માર્ગદર્શિકા મુખ્યત્વે છ તબક્કાના ખાસ મોડલ પર આધારિત છે. આ નિયમોમાં તૈયાર થવું, સમીક્ષા કરવી, રિકવરી કરવી, ફરી ફિટનેસ મેળવવી, મેદાન પર પાછા ફરવું અને સુધારો કરવો જેવા તબક્કાઓનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ ખેલાડીને સીધા મેદાનમાં ઉતારવાને બદલે ધીમે ધીમે રમવા માટે તૈયાર કરવામાં આવશે. માતા બન્યા બાદ વાપસી કરનારી દરેક મહિલા ખેલાડી માટે એક ખાસ કેસ મેનેજરની નિમણૂક કરવામાં આવશે અને આ જવાબદારી કોઈ ડોક્ટર અથવા ફિઝિયોથેરાપિસ્ટ સંભાળશે.

નિમણૂક પામેલા મેનેજર ખેલાડીની શારીરિક રિકવરીથી લઈને મેદાન પર રમવા ઉતરવા સુધીની તમામ પ્રક્રિયાની કડક દેખરેખ રાખશે. વાપસીના પ્રથમ ચરણમાં મહિલા ખેલાડીની શારીરિક અને માનસિક સ્થિતિની તપાસ થશે અને ત્યારબાદ ધીમે ધીમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે. ડિલિવરીના આશરે 8 અઠવાડિયા પછી ડૉક્ટર અને ફિઝિયોની સલાહ લઈને જ ખેલાડી દોડવાનું શરૂ કરી શકશે. સ્નાયુઓ અને પેલ્વિક ફ્લોરની સંપૂર્ણ તપાસ બાદ જ તેમને મેદાનમાં રમવાની મંજૂરી અપાશે.