3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ
June 23, 2026
અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આણંદના તત્કાલીન રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર અને ગુજરાત વહીવટી સેવાના સિનિયર સ્કેલના અધિકારી કેતકીબેન વ્યાસ સામે 3.56 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. તેઓ હાલમાં સસ્પેન્ડ છે. એસીબીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે એક સરકારી કર્મચારી તરીકે તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદેસરની આવકના જાહેર કરેલા સ્ત્રોતો કરતાં 68.84 ટકા વધુ મિલકત વસાવી હતી.
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરરીતિ આચરીને આવક કરતાં વધુ મિલકત એકઠી કરવાના કેસો શોધી કાઢવા માટે એસીબી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત કેતકીબેન વ્યાસની મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ મુજબ તેમણે 1 એપ્રિલ, 2012 થી 31 માર્ચ, 2023 સુધીના સમયગાળા દરમિયાન આ 3,56,03,910 રૂપિયાની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી.
એસીબીના જણાવ્યા મુજબ આ ભ્રષ્ટાચારની રકમ તેમણે પોતાના અને પરિવારના સભ્યોના નામે જંગમ અને સ્થાવર મિલકતોમાં રોકી હતી. તપાસના આ તારણોને આધારે અમદાવાદ એસીબી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની વધુ તપાસ અમદાવાદ યુનિટના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને સોંપવામાં આવી છે, જે ડેપ્યુટી ડાયરેક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
Related Articles
રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ
રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજ...
Oct 28, 2025
વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા, જસ્ટીસ સંદીપ ભટ્ટની બદલી થતા વધારે વિવાદ વકર્યો
વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા, જસ્ટ...
Aug 30, 2025
મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો, ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો
મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં હ...
Jun 27, 2025
વિસાવદર પેટાચૂંટણી: AAPની ફરિયાદ પછી બે બુથ પર આવતીકાલે ફરી મતદાન થશે
વિસાવદર પેટાચૂંટણી: AAPની ફરિયાદ પછી બે...
Jun 20, 2025
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026