બાંગ્લાદેશમાં IPLના પ્રસારણ પર રોક, મુસ્તફિઝુર રહેમાનને કાઢી મૂકવાના વિરોધમાં બીજો મોટો નિર્ણય
January 05, 2026
ક્રિકેટમાં બાંગ્લાદેશ પણ હવે પાકિસ્તાનની રાહ પર ચાલી રહ્યું છે. એક દિવસ અગાઉ બાંગ્લાદેશે જાહેરાત કરી હતી કે તેમની ટીમ ટી20 વર્લ્ડકપ માટે ભારત નહીં આવે. હવે IPLના પ્રસારણ પર પણ રોક લગાવવાના આદેશ આપ્યા છે. બાંગ્લાદેશની સરકારે કહ્યું છે, કે આગામી IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમમાંથી બાંગ્લાદેશ ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને કાઢી મૂકવાના નિર્ણયથી અમે દુ:ખી અને આક્રોશમાં છીએ. જેથી આગામી આદેશ સુધી IPLની મેચ અને તેને લગતાં તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપીએ છીએ. બાંગ્લાદેશ અને ભારતના સંબંધો થોડા સમયથી સતત વણસી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ વધતી હિંસાના કારણે ભારતમાં બાંગ્લાદેશી ક્રિકેટરનો વિરોધ થઈ રહ્યો હતો. વિરોધને જોતાં BCCIએ કોલકાતા નાઇટ રાઇડર્સને બાંગ્લાદેશી ક્રિકેટરને રીલીઝ કરવાનો આદેશ આપ્યો. જે બાદથી જ બાંગ્લાદેશ ગુસ્સે ભરાયું છે.
Related Articles
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026