બેન સ્ટોક્સે નિવૃત્તિની જાહેરાત બાદ કારકિર્દીના અંતિમ દાવમાં બેટિંગની શરૂઆત કરી, 30 રન બનાવી આઉટ
June 29, 2026
ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની અચાનક જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. આશ્ચર્યજનક બાબત એ હતી કે તેણે શ્રેણીની આ ત્રીજી મેચ પૂર્ણ થવાની રાહ પણ જોઈ ન હતી અને ચોથા દિવસે જ આ મોટો નિર્ણય લીધો હતો. પોતાની નિવૃત્તિની જાહેરાત બાદ તરત જ તેણે વધુ એક અણધાર્યો નિર્ણય લેતા પોતાની કારકિર્દીના અંતિમ દાવમાં બેટિંગની શરૂઆત કરવાનો ફેંસલો કર્યો હતો. જોકે 30 રન બનાવી આઉટ થઈ ગયો હતો.
ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામે ત્રીજી મેચ અને શ્રેણી જીતવા માટે 373 રનનો મોટો લક્ષ્યાંક મૂક્યો છે. આ લક્ષ્યાંકનો પીછો કરવા માટે બેન સ્ટોક્સ બેન ડકેટ સાથે મેદાનમાં ઉતર્યો હતો. પોતાના અંતિમ દાવમાં તેણે પહેલા જ દડાથી પોતાનો આક્રમક ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. તેણે પહેલા જ દડા પર આગળ વધીને કવર દિશામાં શાનદાર ફટકો માર્યો હતો અને બીજા દડા પર પણ આક્રમક શૈલીમાં રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ બંને દડા પર તેને કોઈ રન મળ્યા ન હતા, પરંતુ આ નિર્ભયતા દર્શાવે છે કે તે પોતાની આખી કારકિર્દીની જેમ જ બિન્દાસ્ત અંદાજમાં વિદાય લેવા માંગતો હતો.
પોતાની આક્રમક બેટિંગ શૈલીને જાળવી રાખતા બેન સ્ટોક્સે પોતાના આખરી દાવમાં માત્ર 20 દડાનો સામનો કરીને 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ઝડપી 30 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે સ્ટોક્સની કારકિર્દીમાં આ માત્ર ત્રીજી જ વખત હતું જ્યારે તેણે દાવની શરૂઆત કરી હોય. અગાઉ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે બે વખત આ રીતે શરૂઆત કરી હતી અને તે બંને દાવમાં તેણે અડધી સદી ફટકારી હતી.
આ મેચની સ્થિતિ વિશે વાત કરીએ તો, ચોથા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા છે. હવે મેચના પાંચમા અને અંતિમ દિવસે તેમને જીત માટે વધુ 270 રનની જરૂર છે. મેદાન પર હાલ જો રૂટ અણનમ રમી રહ્યો છે, જ્યારે હેરી બ્રૂક માત્ર 9 દડામાં 21 રનની આક્રમક રમત રમીને આઉટ થઈ ગયો હતો.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026