Breaking News :
ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહને જાનથી મારી નાખવાની મળી ધમકી

November 13, 2024

પ્રખ્યાત ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભોજપુરીની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી પાસેથી ફોન પર 50 લાખ રૂપિયાની ખંડણીની રકમની માંગણી કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે જો તે ખંડણીના પૈસા નહીં આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફોન કરનારે કહ્યું છે કે જો 2 દિવસમાં આ રકમ નહીં આપવામાં આવે તો તેને મારી નાખવામાં આવશે.

અભિનેત્રી અક્ષરા સિંહે આ મામલે બિહારના દાનાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે દાનાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે લેખિત ફરિયાદ આપી છે. અક્ષરા પોતે પણ દાનાપુરમાં રહે છે. તેની ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફોન કરનારે અક્ષરા પાસેથી ખંડણીની માંગણી કરી હતી અને તેને ધમકી પણ આપી હતી અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.