દિલ્હીમાં મોટું થવાના એંધાણ: કોંગ્રેસના સાંસદો માટે વ્હીપ જાહેર
August 07, 2026
દિલ્હી ઃ દેશનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ, ચોમાસુ સત્ર દરમિયાન સંસદના નીચલા ગૃહ એટલે કે, લોકસભામાં પોતાની પૂરી તાકાત દર્શાવવાની તૈયારી કરી રહ્યો છે. કોંગ્રેસે શુક્રવારે (7 ઓગસ્ટ 2026) પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ (Three-line Whip) જારી કર્યો છે. જે અંતર્ગત પાર્ટીએ પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજરી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના મુખ્ય સચેતક એટલે કે ચીફ વ્હિપ કોડિકુન્નિલ સુરેશે શુક્રવારે (7 ઓગસ્ટ 2026) પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ જારી કર્યો હતો. જેમાં તેમણે તમામ સાંસદોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ સોમવારથી બુધવાર સુધી એટલે કે 10, 11 અને 12 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાથી ગૃહમાં અનિવાર્યપણે ઉપસ્થિત રહે. આ સમયગાળા દરમિયાન ગૃહમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ સંજોગોમાં તેમની ગેરહાજરી સ્વીકારવામાં આવશે નહીં.
નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, 'લોકસભામાં સોમવાર, મંગળવાર અને બુધવાર એટલે કે 10, 11 અને 12 ઓગસ્ટ 2026 ના રોજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ ત્રણેય દિવસ સવારે 11 વાગ્યાથી લઈને ગૃહની કાર્યવાહી સ્થગિત થાય ત્યાં સુધી અનિવાર્યપણે ગૃહમાં પોતાની હાજરી સુનિશ્ચિત કરે અને પાર્ટીના સ્ટેન્ડનું સમર્થન કરે. આને ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્દેશ માનવામાં આવે.' બીજી તરફ, કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના તમામ સાંસદોને પણ સોમવાર (10 ઓગસ્ટ 2026)થી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ વ્હિપ જારી કરવામાં આવ્યો નથી, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમને ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ, એટલે કે FCRA સુધારા બિલને સંસદમાં રજૂ કરવા, તેના પર ચર્ચા કરવા અને તેને સંસદમાંથી પસાર કરાવવાની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યો છે.
Related Articles
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- Gen Z તો રાષ્ટ્ર ધરોહર
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે...
Aug 07, 2026
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે', FCRA મુદ્દે ભારતનો અમેરિકાને જડબાતોડ જવાબ
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છ...
Aug 07, 2026
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાતામાં થઈ સર્જરી
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાત...
Aug 07, 2026
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્ષિણ સુધીના 15થી વધુ રાજ્યોમાં આકાશી આફતનું એલર્ટ
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્...
Aug 07, 2026
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટાઓ આંદોલન, NEET આપી ચૂકેલા હર્ષ દુબેએ પરવાનગી માંગતાં મંજૂરી મળી
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટ...
Aug 05, 2026
થાઈલેન્ડથી દિલ્હી આવતી ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ, અનેક તિરાડો પડી, 15થી 20 મુસાફરો ઘાયલ
થાઈલેન્ડથી દિલ્હી આવતી ફ્લાઇટમાં ટર્બ્યુ...
Aug 05, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026