બિહાર: વંદે ભારત ટ્રેનની અડફેટે 3ના મોત, 2 ઈજાગ્રસ્ત; દશેરાના મેળાથી ઘરે જતા સર્જાઈ દુર્ઘટના
October 03, 2025
કટિહાર : બિહારના પૂર્ણિયા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવવાથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક પૂર્ણિયાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ દુર્ઘટના કટિહાર-જોગબની રેલખંડ પર આવેલા કસબા જબનપુર નજીક બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, જોગબની (અરરિયા)થી દાનાપુર (પટના) તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેનથી કપાઈને મૃત્યુ પામેલા તમામ લોકો દશેરાનો મેળો જોઈને પરત ફરી રહ્યા હતા. રાત્રે મેળો જોઈને પરત ફરતી વખતે તેઓ રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા કે ઝડપથી આવી રહેલી વંદે ભારતે તેમને અડફેટમાં લીધા હતા.
આ ગમખ્વાર અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે. મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે.
જોગબની-દાનાપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 સપ્ટેમ્બરે પૂર્ણિયામાં વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપીને શરૂ કરી હતી. તેનું નિયમિત સંચાલન 17 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. આ ટ્રેન સીમાંચલ ક્ષેત્રને રાજધાની પટના સાથે જોડનારી પ્રથમ વંદે ભારત છે. આ ટ્રેન જોગબનીથી વહેલી સવારે 3.25 વાગ્યે રવાના થાય છે. સવારે 4.50 વાગ્યે પૂર્ણિયા પહોંચ્યા બાદ તે સહરસા, ખગડિયા, સમસ્તીપુર અને મુઝફ્ફરપુર થઈને સવારે 11.30 વાગ્યે પટનાના દાનાપુર પહોંચે છે.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026