પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
July 06, 2026
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલી અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ભારતમાં ખાતરના પુરવઠાને કોઈ મોટી અસર પહોંચી નથી. રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા રવિવારે આપવામાં આવેલી માહિતી મુજબ, ભારત માટે ખાતર અને તેનો કાચો માલ લઈને આવતા 20માંથી 15 જહાજોએ હોર્મુઝની સામુદ્રધુની સુરક્ષિત રીતે પસાર કરી લીધી છે અને તે ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. આ જહાજોમાંથી 8 જહાજો 3.32 લાખ ટન યુરિયા, 4 જહાજો 2.57 લાખ ટન ડીએપી અને 3 જહાજો 1.11 લાખ ટન સલ્ફરનો જથ્થો લઈને આવી રહ્યા છે. આ સિવાય અન્ય પાંચ જહાજો પણ માર્ગમાં છે, જેમાં પ્રત્યેક જહાજ 0.25 લાખ ટન એમોનિયા અને 0.45 લાખ ટન યુરિયા લઈને ભારત પહોંચશે.
મંત્રાલયે ખાતરી આપી છે કે ખાતર ભરેલા આ તમામ માલવાહક જહાજો નિર્ધારિત સમયે ભારતીય બંદરો પર પહોંચી જશે. યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો પર થયેલી અસર છતાં, કેન્દ્ર સરકારે આગોતરું આયોજન, સચોટ સંકલન અને સતત નિરીક્ષણ કરીને દેશમાં ખાતરની અછત ઊભી થવા દીધી નથી. ભારતને હાલમાં ઓમાન, મલેશિયા, વિયેતનામ, જ્યોર્જિયા, નાઇજીરિયા, રશિયા, ફિનલેન્ડ, ઇજિપ્ત, અલ્જીરિયા, તુર્કી અને નેધરલેન્ડ જેવા અનેક દેશોમાંથી યુરિયાનો પુરવઠો સતત મળી રહ્યો છે.
દેશના રસાયણ અને ખાતર મંત્રી જે. પી. નડ્ડાએ સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સંઘર્ષના કારણે આંતરરાષ્ટ્રીય પુરવઠા શૃંખલા ભારે પ્રભાવિત થઈ છે. તેના પરિણામ સ્વરૂપે વૈશ્વિક બજારમાં ખાતરના ભાવોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે ખેડૂતોને આંતરરાષ્ટ્રીય ભાવવધારાની સીધી અસરથી બચાવીને તેમના આર્થિક હિતોનું સંપૂર્ણ રક્ષણ કર્યું છે.
દેશમાં ખાતરના ઉત્પાદન અને જથ્થાના આંકડાઓ પણ અત્યંત સકારાત્મક રહ્યા છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક સ્તરે યુરિયાનું ઉત્પાદન નિર્ધારિત લક્ષ્યાંક કરતા વધુ એટલે કે 71.55 લાખ ટન નોંધાયું હતું. આ ઉપરાંત, સરકારના આંકડા મુજબ 2 જુલાઈ સુધીમાં દેશમાં યુરિયાનો 69.08 લાખ ટનનો સંગ્રહિત જથ્થો ઉપલબ્ધ હતો. આ સ્થાનિક ઉત્પાદન અને સંગ્રહિત જથ્થાને ભેગો કરતા હાલમાં દેશના ખેડૂતો માટે કુલ 163.35 લાખ ટન યુરિયાની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ ચૂકી છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026