ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈએલર્ટ પર
July 05, 2026
અમરેલી- રાજ્યમાં ચોમાસું 2026 પૂરી તાકાત સાથે સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ અને રાજ્ય સરકારે જાહેર કરેલા સંકલિત રિપોર્ટ મુજબ, ગુજરાતમાં આજ સવારના 6:00 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 138.75 મિમિ (આશરે સાડા પાંચ ઇંચ)વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે કુલ સરેરાશ વરસાદના 15.26% જેટલો થાય છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 196 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના 6 સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે તો 5 ડેમને હાઈ એલર્ટ પર પણ મૂકવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની ઇનિંગ રમી છે, જેમાં આજના દિવસમાં (સવારે 06:00 થી સાંજના 16:00 વાગ્યા સુધીમાં) પણ ભારે વરસાદ ચાલુ રહ્યો છે,આજના દિવસમાં 216 મિમિ (8.5 ઈંચ) વરસાદ ખાબક્યો છે , જ્યારે છેલ્લા 24 કલાકમાં પણ અહીં 171 મિમિ (6.73 ઈંચ) વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે માળખાકીય સુવિધાઓને પણ અસર પહોંચી છે. GUVNLના અહેવાલ મુજબ વરસાદથી વીજપોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં 2,457 ગામો અસરગ્રસ્ત થયા હતા, જેમાંથી 2,336 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે, જ્યારે 121 ગામોમાં કામગીરી બાકી છે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 76 પંચાયત અને 6 સ્ટેટ હાઈવે, તેમજ અન્ય 10 મળીને કુલ 95 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેને વહેલી તકે ચાલુ કરવા માટે તંત્ર કાર્યરત છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026