'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
July 08, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને લઈને ભડકાઉ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ ઈરાન સાથે કોઈ પણ પ્રકારની નવી ડીલ કરવા માંગતા નથી અને તેમના મતે ઈરાન સાથે સમજૂતીનો દોર હવે પૂરો થઈ ચૂક્યો છે.
તુર્કીના અંકારામાં ચાલી રહેલી NATO સમિટ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે ઈરાની લોકો વિશે કહ્યું, 'તેઓ બીમાર લોકો છે. હું તેમની સાથે કોઈ ડીલ કરવા માંગતો નથી. મને લાગે છે કે ઈરાન સાથે સમજૂતીનો દોર હવે ખતમ થઈ ચૂક્યો છે.'
ટ્રમ્પે ઈરાન ઉપરાંત નાટો, ગ્રીનલેન્ડ અને સ્પેનને લઈને પણ તીખી ટિપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે કોઈ નવી સમજૂતીની તેમની કોઈ ઈચ્છા નથી અને તેમના મતે આ મુદ્દો હવે ખતમ થઈ ચૂક્યો છે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાનના સંબંધોમાં લાંબા સમયથી તણાવ છવાયેલો છે અને બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમ સહિતના અનેક મુદ્દે મતભેદ યથાવત્ છે. તેમના આ નિવેદનને ઈરાન પ્રત્યે અમેરિકી વલણ વધુ સખ્ત બનવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026