વડોદરામાં બર્થ ડે મનાવી મધરાત્રે પાછા ફરી રહેલા મિત્રોની કાર તળાવમાં ખાબકી, એકનું મોત, બીજો બચી ગયો
December 21, 2024
વડોદરા : વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈ મધરાતે ફુલ સ્પીડે જતી એક કાર તળાવમાં ખાબકતા બે મિત્રો પૈકી એકનું મોત નિપજયું હતું. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા ફાયર બ્રિગેડે એક મૃતદેહ કાઢ્યો હતો. મિત્રો બર્થ ડે મનાવીને પાછા ફરતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
રાત્રિના સાડાબાર વાગ્યાની આસપાસ ગોરવાના મુક્તિધામ પાસે આવેલા તળાવ પાસેથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ફૂલ સ્પીડે તળાવમાં ખાબકી હતી. બનાવને પગલે કેટલાક લોકો દોડી આવ્યા હતા.
દરમિયાનમાં કારમાંથી બે યુવકો બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે પૈકી 20 વર્ષનો નીરજ ભરવાડ નામનો યુવક બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે તેનો 23 વર્ષનો મિત્ર કેતન પ્રજાપતિ બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ નીકળી શક્યો ન હતો.
નીરજ અને અન્ય લોકોએ બામ્બુ નાખી કેતનને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે બચી શક્યો ન હતો. આ સમયે લોકો એકઠા થતા તેમની સામે જ કાર ધીમે ધીમે પાણીમાં ગરકી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે કડકડતી ઠંડીમાં એક થી દોઢ કલાકની શોધખોળ કરી મૃતદેહ શોધી કાઢ્યો હતો. બંને યુવકો લક્ષ્મીપુરા વિસ્તારના હોવાથી બનાવને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ હતી.Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026