પાકિસ્તાનમાં CPECના વિરોધમાં 14 શહેરોમાં 48 જગ્યાએ બોમ્બ ધડાકા, 166ના મોત
February 01, 2026
84 પાકિસ્તાની સૈનિકોના મોત : BLAનો દાવો
બલૂચિસ્તાન : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રદેશમાં પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી ઑપરેશન હેરોફ શરૂ કર્યા બાદ પ્રદેશના અનેક શહેરોમાં ભારે હિંસા અને સેના સાને ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલાના કારણે પાકિસ્તાની સેના અનેક પડકારો સહિત બીએલએના હુમલાનો સામનો કરી રહી છે. છેલ્લા 48 કલાકથી ચાલી રહેલી હિંસા અને ઘર્ષણ વચ્ચે અનેક લોકોના મોત થયા હોવાના અને બીએલએએ અનેક શહેરો પર કબજો કર્યો હોવાની વિગતો સામે આવી છે.
મીડિયા અહેાલો મુજબ પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ ઑપરેશન હેરોફનો પ્રથમ તબક્કો પુરો કર્યા બાદ બીજા તબક્કામાં રાજ્યના 14થી વધુ શહેરો પર હુમલા કરી બોમ્બ ધડાકા કર્યા છે, તો સેનાઓ પણ વળતો જવાબ આપી મોટાપાયે કાર્યવાહી કરી છે. બલૂચિસ્તાનમાં શુક્રવાર રાતથી હિંસા શરૂ થયા બાદ પ્રદેશના ક્કેટા, ગ્વાદર, મકરાન, હબ, યમન અને નુશ્કી જેવા મુખ્ય શહેરોમાં હિંસાની ઝપેટમાં આવી ગયા છે. બીએલએના બળવાખોરોએ પોલીસ ચોકીઓ, અર્ધસૈનિક દળોના કેમ્પો અને સ્થળો પર હુમલા કરી રહ્યા છે.
પાકિસ્તાન અધિકારીઓ અને સુરક્ષા સૂત્રોના રિપોર્ટ મુજબ, માત્ર શનિવારના એક જ દિવસમાં આતંકવાદી હુમલાઓમાં નાગરિકો સહિત કુલ 33 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 18 નાગરિકો અને 15 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. સેનાની વળતી કાર્યવાહીમાં તે જ દિવસે 92 હુમલાખોરો માર્યા ગયા હતા, જ્યારે છેલ્લા 48 કલાકમાં બલૂચિસ્તાનભરમાં કુલ 133 બળવાખોરોનો ખાતમો કરવામાં આવ્યો છે. મસ્તુંગ જિલ્લામાં જેલ પર હુમલો કરીને બળવાખોરોએ 30થી વધુ કેદીઓને મુક્ત કરાવ્યા હતા. મુખ્યમંત્રી સરફરાજ બુગતીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં સુરક્ષા દળો દ્વારા અંદાજે 700 જેટલા બળવાખોરોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હિંસા અને ઘર્ષણમાં અનેક ઘણું નુકસાન થયું છે.
બીએલએએ હુમલાની જવાબદારી લઈને દાવો કર્યો છે કે, તેમણે 14 શહેરોમાં 48 સ્થળો પર હુમલા કર્યા છે. પ્રવક્તા જયંદ બલોચે દાવો કર્યો છે કે, તેણે નુશ્કીમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD)ના હેડક્વાર્ટર પર કબજો કર્યો છે અને 84 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. જોકે પાકિસ્તાની સેનાએ બીએલએના દાવાનો રદીયો આપ્યો છે. બીએલએએ ઓપરેશન હેરોફમાં મજીદ બ્રિગેડ’ના આત્મઘાતી હુમલાખોરો અને મહિલાઓનો ઉપયોગ કર્યો છે.
Related Articles
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026