Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના

August 10, 2026

રાજગઢ : મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં સોમવારે ભારે વરસાદે મોટી દુર્ઘટના સર્જી છે. પડાણા નજીક ઝીરી નાળાના તીવ્ર પ્રવાહમાં એક ઈકો કાર તણાઈ જતાં 8 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિ હજુ પણ લાપતા છે. કારમાં દેવાસ જિલ્લાના સતવાસ વિસ્તારના 11 લોકો સવાર હતા, જેઓ કડલાવદ ગામ જઈ રહ્યા હતા.

રાજગઢમાં પડાણા નજીક ઝીરી નાળા પર 30 ફૂટ ઊંચા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. ભારે વરસાદને કારણે નાળા પાસે પાણીનો પ્રચંડ પ્રવાહ હતો. પાણીના તીવ્ર પ્રવાહ વચ્ચે ડ્રાઇવરે નાળું પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીના જોરદાર પ્રવાહને કારણે કાર બેકાબૂ થતા નાળામાં ખાબકી હતી.

બચાવ કાર્ય: અકસ્માત બાદ સ્થાનિકો અને વહીવટી તંત્રએ ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં 2 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી.

મૃતકોનો આંકડો: અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 3 પુરુષો, 3 મહિલાઓ અને 2 બાળકો (જેમાં એક 3 વર્ષનું બાળક) સામેલ છે.

ક્રેનની મદદ: ક્રેનની મદદથી કારને નાળામાંથી બહાર કાઢવામાં આવી છે. લાપતા 1 વ્યક્તિની શોધખોળ SDRF અને રેસ્ક્યૂ ટીમ દ્વારા સતત ચાલુ છે.

SDM રોહિત બમ્હોરેએ જણાવ્યું કે, પાણીના ભારે પ્રવાહને કારણે કાર અકસ્માતનો ભોગ બની હતી. મૃતકોની અધિકૃત ઓળખ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.