બેંગકોકમાં અંધાધૂંધ ગોળીબાર: 6 લોકોના મોત બાદ હુમલાખોરે ખુદને ગોળી મારી, તપાસ શરૂ
July 28, 2025
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક ભીડવાળી માર્કેટમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં અંદાજે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાર બજારના સુરક્ષાકર્મીઓ, એક મહિલા અને એક હુમલાખોર પોતે સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરે બજારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
28 જુલાઈ, 2025ના રોજ એટલે કે આજે બેંગકોકના ઓર ટો કોર માર્કેટમાં આ હુમલો થયો હતો. સામાન્ય રીતે આ માર્કેટમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઘણી લોકપ્રિય હોવાથી ત્યાં ઘણી ભીડ રહે છે. બેંગકોકની હોસ્પિટલોનું નિરીક્ષણ કરતા ઇરાવાન ઇમરજન્સી મેડિકલ સેન્ટર તરફથી મળતી માહિતી અનુસાર મૃતકોમાં ચાર સુરક્ષા ગાર્ડ, એક મહિલા અને હુમલાખોરનો સમાવેશ થાય છે,
જેણે ગોળીબાર કર્યા પછી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ આ ઘટનાને માસ શૂટિંગ કહી રહી છે. તેમજ પોલીસ તપાસમાં હુમલાખોરની ઓળખ મિસ્ટર નોઈ તરીકે થઈ છે. જે ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યો છે. હાલ પોલીસે હુમલા પાછળના કારણો જાણવા અંગે તપાસ શરુ કરી દીધી છે. આ ઉપરાંત અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે આ ગોળીબારનો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ સાથે કોઈ સંબંધ છે કે કેમ. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદ વિવાદ વર્ષો જૂનો છે,
જેનું કેન્દ્ર પ્રીહ વિહાર મંદિર વિસ્તાર છે. 1962માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે કંબોડિયાની તરફેણમાં ચુકાદો આપ્યા પછી પણ આ વિવાદ સંપૂર્ણપણે ઉકેલાયો નથી. બંને દેશોની સેનાઓ આ વિસ્તારમાં સમયાંતરે આમને-સામને આવી છે, જેમાં અથડામણ અને ગોળીબારની ઘટનાઓ પણ સામેલ છે.
Related Articles
ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પ આરપારના મૂડમાં, 24 કલાકમાં લીધા 4 મોટા નિર્ણય, ચોતરફી ઘેરવાની તૈયારી
ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પ આરપારના મૂડમાં, 2...
Apr 24, 2026
શત્રુઓ ભાંગી પડ્યા છે...', યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈઝરાયલને મોજતબા ખામેનેઈની નવી ચેતવણી
શત્રુઓ ભાંગી પડ્યા છે...', યુદ્ધ વચ્ચે અ...
Apr 24, 2026
UKમાં 'સ્મોક-ફ્રી જનરેશન' થશે તૈયાર, 2008 પછી જન્મેલા લોકો માટે તમાકુ-સિગારેટ પર આજીવન પ્રતિબંધ
UKમાં 'સ્મોક-ફ્રી જનરેશન' થશે તૈયાર, 200...
Apr 24, 2026
'તાત્કાલિક ઈરાન છોડી દો..', તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, ફરી યુદ્ધના સંકેત?
'તાત્કાલિક ઈરાન છોડી દો..', તેહરાન સ્થિત...
Apr 23, 2026
નેપાળમાં PM બાલેન શાહની સરકારને મોટો ફટકો, 26 દિવસમાં જ ગૃહ મંત્રીનું રાજીનામું
નેપાળમાં PM બાલેન શાહની સરકારને મોટો ફટક...
Apr 22, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં હાઈ ટેન્શન: ત્રણ કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર, ઈરાની નેવીનું આક્રમક વલણ
હોર્મુઝ સ્ટ્રેટમાં હાઈ ટેન્શન: ત્રણ કોમર...
Apr 22, 2026
Trending NEWS
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
21 April, 2026