ગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયા અને દાહોદ 10.8 ડિગ્રી સાથે ઠુંઠવાયા, 8 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે
November 18, 2025
ગુજરાતમાં શિયાળાએ ધીમે ધીમે જમાવટ કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ગત રાત્રિના આંકડા મુજબ, રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. સૌથી વધુ ઠંડી નલિયા અને દાહોદમાં 10.8 ડિગ્રી નોંધાઈ હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.જ્યારે સોમવારે રાત્રે ગુજરાતના અન્ય સ્થળોએ 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હોય તેમાં અમરેલી, વડોદરા, ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદર અને અમદાવાદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.9 ડિગ્રીથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જોકે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે 20મી તારીખ બાદ ઠંડીના જોરમાં સાધારણ ઘટાડો થઈ શકે છે. ત્યાં સુધી રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. સોમવારે દિવસ દરમિયાન 29.7 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
માઉન્ટ આબુ 0 ડિગ્રી, ઠંડી કેમ વધી?
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ચાલુ સિઝનનું સૌથી નીચું 0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય ભાગોમાં વધેલી ઠંડી અને ત્યાંથી ફૂંકાતા પવનોની ગતિ જળવાઈ રહેવાના કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે.
ક્યાં સૌથી નીચું તાપમાન?
| શહેર | તાપમાન |
| નલિયા | 10.8 |
| દાહોદ | 10.8 |
| અમરેલી | 11.4 |
| વડોદરા | 12.4 |
| ગાંધીનગર | 12.8 |
| ડીસા | 13.6 |
| રાજકોટ | 14.0 |
| પોરબંદર | 14.0 |
| અમદાવાદ | 14.8 |
| ભુજ | 15.2 |
| ભાવનગર | 15.9 |
| કંડલા | 16.7 |
| સુરત | 19.4 |
Related Articles
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે સાંજે થશે જાહેરાત, OBC અનામતના નવા રોટેશનનો થશે અમલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજ...
Apr 01, 2026
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું કર્યું લોકાર્પણ: ભારતીય સંસ્કૃતિની ભવ્ય ધરોહર ગણાવી
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્ર...
Apr 01, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ...
Mar 30, 2026
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ...
Mar 30, 2026
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચે વાયડક્ટનું કામ પૂર્ણ
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ...
Mar 29, 2026
Trending NEWS
31 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026