ગુજરાતમાં ઠંડીનો ચમકારો : 6 શહેરમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન, વડોદરા 14 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર
November 10, 2025
ગુજરાતભરમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે જમાવટ કરી રહી છે. રવિવારે રાત્રે રાજ્યના 6 મુખ્ય શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં વડોદરા 14.0 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું છે. અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. શહેરમાં સળંગ બીજા દિવસે પારો 16 ડિગ્રીથી નીચે રહ્યો હતો. રવિવારે રાત્રે અમદાવાદમાં 15.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી 3 દિવસ અમદાવાદમાં તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જોકે, 22મી નવેમ્બર બાદ પારો 14 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે છે, જેના કારણે ઠંડીનું જોર હજુ વધશે. રવિવારે રાત્રે અન્ય શહેરોની સ્થિતિ વડોદરા ઉપરાંત નલિયા (14.2), ગાંધીનગર (14.5), રાજકોટ (15.5) અને ડીસામાં ( 15.5) પણ તાપમાન 16 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહિવત્ છે.
Related Articles
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે સાંજે થશે જાહેરાત, OBC અનામતના નવા રોટેશનનો થશે અમલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજ...
Apr 01, 2026
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું કર્યું લોકાર્પણ: ભારતીય સંસ્કૃતિની ભવ્ય ધરોહર ગણાવી
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્ર...
Apr 01, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ...
Mar 30, 2026
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ...
Mar 30, 2026
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચે વાયડક્ટનું કામ પૂર્ણ
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ...
Mar 29, 2026
Trending NEWS
બિહારમાં નાસભાગમાં 8ના મોત: નાલંદામાં શીતળા માતા મ...
31 March, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સા...
30 March, 2026
ફિલિપાઈન્સમાં ડીઝલ 81% મોંઘું, US-કેનેડામાં પણ ભાવ...
30 March, 2026
યુદ્ધ જલ્દી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો... હવે એ જ...
30 March, 2026
'ગ્રાઉન્ડ ઓપરેશન'માં એકલું પડ્યું અમેરિકા! ઈરાનમાં...
30 March, 2026
શેરબજારમાં 'બ્લેક મન્ડે': સેન્સેક્સ 1000 તો નિફ્ટી...
30 March, 2026
નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ...
30 March, 2026
મિનાબ સ્કૂલ હુમલો: ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા જ...
30 March, 2026
પાકિસ્તાનની ‘સ્માર્ટ લોકડાઉન’ની તૈયારી! સરકારે કહ્...
30 March, 2026
નેપાળ: ધરપકડના બીજા દિવસે પૂર્વ વડાપ્રધાન કેપી શર્...
30 March, 2026