તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આંચકા, 53 લોકોના મોત: ભારતમાં પણ થઈ અસર
January 07, 2025
ભારત અને નેપાળ સહિત ત્રણ દેશોમાં મંગળવારે (સાતમી જાન્યુઆરી) વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 રહી. ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 53 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 62થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. અહેવાલો અનુસાર, ભૂકંપ સવારે લગભગ 6.52 કલાકે આવ્યો હતો. નેપાળના કાઠમંડુ, ધાડિંગ, સિંધુપાલચોક, કાવરે, મકવાનપુર અને અન્ય ઘણાં જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતના ઘણાં શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે, ભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. 21મી ડિસેમ્બરે 2024ના રોજ નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. IIT કાનપુરના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અને જીઓસાયન્સ એન્જિનિયરિંગના નિષ્ણાત પ્રો. જાવેદ એન મલિકના જણાવ્યાનુસાર, વર્ષ 2015માં પણ નેપાળમાં 7.8 થી 8.1ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર પૂર્વ નેપાળ હતું. હિમાલય રેન્જમાં ટેક્ટોનિક પ્લેટ અસ્થિર થવાના કારણે ભૂકંપના આંચકા અનુભવાતા રહેશે.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026