ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
July 13, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રાહમના અચાનક થયેલા અવસાન બાદ ઈરાનના સરકારી અને મુખ્ય અખબારોએ અમેરિકા અને તેના સહયોગી દેશો વિરૂદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું છે. ઈરાની મીડિયાએ સેનેટર ગ્રાહમના મોતને અમેરિકા માટે એક કુદરતી સંદેશ ગણાવીને પશ્ચિમી દેશોને ધમકી આપી છે. ઈરાનના અગ્રણી અખબારોએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સહિત વિશ્વના 13 શક્તિશાળી નેતાઓની એક હિટ-લિસ્ટ જાહેર કરી છે અને તેમને અચાનક મોતના આંચકા માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે.
ઈરાનના પ્રભાવશાળી અખબાર 'હમશહરી' એ પોતાના ફ્રન્ટ પેજ પર એક મોટું ગ્રાફિક છાપ્યું છે. જેમાં અમેરિકા, ઇઝરાયલ અને યુરોપના ટોચના રાજકીય અને લશ્કરી નેતાઓની તસવીરો મૂકીને હેડલાઇન આપી છે - "અચાનક મોત માટે તૈયાર રહો." અખબારે આ તમામ 13 નેતાઓને ઈરાનના પૂર્વ સુપ્રિમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની હત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે.
આ હિટ-લિસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ, બેન્જામિન નેતન્યાહુ ઉપરાંત અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, સેન્ટકોમ કમાન્ડર બ્રેડ કૂપર અને ઇઝરાયલમાં અમેરિકી રાજદૂત માઇક હકાબીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝ, વિદેશ મંત્રી ગિદોન સાર અને IDF ચીફ ઓફ સ્ટાફ ઇયાલ જમીરને જેલના કપડામાં બતાવવામાં આવ્યા છે. આ યાદીમાં યુરોપના નેતાઓ જેવા કે ઇટાલીના વડાપ્રધાન મેલોની, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝને પણ નિશાન બનાવાયા છે.
ઈરાનના અન્ય એક અગ્રણી અખબાર 'વતન-એ-ઇમરોઝ' એ સેનેટર લિન્ડસે ગ્રાહમના ફોટો સાથે ફારસી ભાષામાં મોટી હેડલાઇન છાપી છે - "મોતના સૌદાગરનું મોત." અખબારે ગ્રાહમને ઈરાન વિરૂદ્ધ અમેરિકી પ્રતિબંધો અને આક્રમક નીતિઓના મુખ્ય સમર્થક ગણાવ્યા છે. અહેવાલ મુજબ સેનેટર ગ્રાહમનું મોત અચાનક કોઈ બીમારીના કારણે થયું છે. આ સિવાય અન્ય એક અખબાર 'કયહાન' એ પણ દાવો કર્યો છે કે ઈરાને પોતાના લક્ષ્યો હાંસલ કરી લીધા છે અને હવે યુદ્ધનો નવો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે.
ઈરાની મીડિયામાં આ પ્રકારના ભડકાઉ ગ્રાફિક્સ એવા સમયે સામે આવ્યા છે જ્યારે ઈરાનના નવા સુપ્રિમ લીડર મોજતબા ખામેનેઈએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર બાદ દેશના નામે પ્રથમ સંદેશ જાહેર કર્યો છે. સરકારી ટેલિવિઝન પર વાંચવામાં આવેલા તેમના લેખિત નિવેદનમાં જણાવાયું છે કે, "અમે શહીદ નેતા અને તમામ શહીદોના લોહીનો બદલો તે ગુનેગાર અને બદનામ હત્યારાઓ પાસેથી લેવાની કસમ ખાઈએ છીએ." તેમણે આ બદલાને 'ઈરાની રાષ્ટ્રની માંગ' ગણાવીને કહ્યું કે આ મિશન ટૂંક સમયમાં જ પૂરું કરવામાં આવશે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026