સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
July 15, 2026
પટણા : દેશભરની વિવિધ કોર્ટમાં જાતીય ગુનાખોરીનો ભોગ બનેલી મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા અને ન્યાયિક સહાનુભૂતિ કેળવાય તે હેતુથી સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે નેશનલ જ્યુડિશિયલ એકેડમી (NJA) દ્વારા તૈયાર કરાયેલી એક વ્યાપક ગાઈડલાઈનને મંજૂરી આપીને, દેશભરમાં તાત્કાલિક ધોરણે લાગુ કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ માર્ગદર્શિકા દેશની તમામ હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ, કાયદા વિભાગો અને પોલીસ તંત્ર સુધી વહેતી કરવાનો આદેશ આપ્યો છે.
અલ્લાહાબાદ અને પટણા હાઈકોર્ટે યૌન અપરાધના કેસમાં આપેલા ચુકાદાથી આ સમગ્ર મામલાની શરૂઆત થઈ હતી. આ બંને હાઈકોર્ટના ચુકાદાને અનેક નિષ્ણાતોએ સંવેદનહીન ગણાવ્યા હતા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ તે ચુકાદા સામે સુઓ મોટો કરી હતી. શું હતા એ ચુકાદા, તે ટૂંકમાં જાણીએ.
દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, સગીરાના સલવારનું નાડું ખોલવાનો પ્રયાસ કરવો કે છાતી દબાવવી તે માત્ર બળાત્કાર કરવાની 'તૈયારી' (Preparation) ગણાય, 'દુષ્કર્મનો પ્રયાસ' (Attempt to Rape) નહીં.
સુપ્રીમ કોર્ટે બંને હાઈકોર્ટના આ ચુકાદા ‘સ્પષ્ટપણે ભૂલભરેલા’ (Noticeably Erroneous) અને ગુનાઇત ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતોથી તદ્દન વિપરીત ગણાવ્યા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વની સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, બળાત્કારની 'તૈયારી' અને 'પ્રયાસ' વચ્ચે પાતળી ભેદરેખા છે. જ્યારે આરોપી સગીરાની સલવારનું નાડું ખોલવાનો કે ખેંચવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે બળાત્કાર કરવાની માત્ર તૈયારીના સ્ટેજ પર નથી રહેતો, પરંતુ ગુનો આચરવાની દિશામાં આગળ વધી ચૂક્યો હોય છે, જે સીધો 'બળાત્કારનો પ્રયાસ' જ ગણાય. આ તર્ક આપીને સુપ્રીમ કોર્ટે આરોપીઓ વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને આઈપીસી હેઠળ બળાત્કારના પ્રયાસના આરોપો અને સજાને પુનઃસ્થાપિત કરી દીધા છે.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મહિલાઓ અને બાળકો પ્રત્યે વપરાતી અસંવેદનશીલ અને પૂર્વગ્રહયુક્ત ભાષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ કોર્ટે ચુકાદા લખતી વખતે ન્યાયાધીશોએ શબ્દોની પસંદગીમાં અત્યંત ગરિમા જાળવવી જોઈએ. આ માટે જ સુપ્રીમ કોર્ટે નેશનલ જ્યુડિશિયલ એકેડમી, ભોપાલને એક નિષ્ણાત સમિતિ રચીને જ્યુડિશિયલ સેન્સિટિવિટી ગાઈડલાઈન્સ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, જેને કોર્ટે મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આ ગાઈડલાઈન્સ માત્ર કોર્ટો પૂરતી સીમિત ન રહેતા છેક નીચેના સ્તર સુધી પહોંચવી જોઈએ. તેથી રાજ્યના તમામ ડિરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશનને આ ગાઈડલાઈન્સ મોકલાય. એટલું જ નહીં, પોલીસ કર્મચારીઓને ખાસ તાલીમ અને સંવેદનશીલતા કેળવવાની સૂચના અપાય, જેથી યૌન ગુનાના કેસમાં એફઆઈઆર નોંધતી વખતે અને ચાર્જશીટ ફાઈલ કરતી વખતે જરૂરી કાયદાકીય કાળજી અને પીડિતોની ગરિમા જળવાઈ રહે.
બાળ અધિકારો માટે લડતી અનેક સંસ્થાઓ તેમજ દેશના જાણીતા વકીલોએ આ ઐતિહાસિક ચુકાદા અને ગાઈડલાઈન્સને આવકારી છે. નિષ્ણાતોના મતે, અલ્લાહાબાદ અને પટણા હાઈકોર્ટના ચુકાદાએ આવી ગાઈડલાઈન્સનો અમલ અનિવાર્ય કરી દીધો હતો. હવે અદાલતોમાં પીડિત મહિલાઓ અને બાળકોને કોઈ પણ જાતની માનસિક યાતના કે અપમાનજનક ટિપ્પણીઓ વિના ગરિમા સાથે સાચો ન્યાય મળી શકશે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026