'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
July 15, 2026
ઈરાન પર અમેરિકાની તાજેતરની સૈન્ય કાર્યવાહીને લઈને રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે, 'અમેરિકાએ તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU)નું ઉલ્લંઘન કર્યું છે.' તેમનો આરોપ છે કે, 'અમેરિકી હુમલાઓથી માત્ર ઈરાન જ નહીં, પરંતુ પર્શિયન ગલ્ફ વિસ્તારના નાગરિક ઠેકાણાઓને પણ નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારની સ્થિરતા સામે જોખમ ઊભું થયું છે.'
મોસ્કોમાં ચાડના વિદેશ મંત્રી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સર્ગેઈ લાવરોવે કહ્યું કે, અમેરિકાની નવી સૈન્ય કાર્યવાહી એ સમજૂતીની ભાવના વિરુદ્ધ છે, જેના દ્વારા બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૈન્ય કાર્યવાહી કોઈ પણ વિવાદનો ઉકેલ ન હોઈ શકે.
લાવરોવે દાવો કર્યો હતો કે, 'ઈરાનની સાથે-સાથે પર્શિયન ગલ્ફ સહયોગ પરિષદ (GCC)ના સભ્ય દેશોમાં પણ નાગરિકોના બુનિયાદી માળખાને નુકસાન પહોંચ્યું છે.' તેમણે ચેતવણી આપી કે, 'આ પ્રકારના હુમલા ક્ષેત્રમાં અસ્થિરતા વધારશે અને શાંતિ સ્થાપવાના પ્રયાસોને નબળા પાડશે.'
રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, 'અમેરિકા સાથે ભવિષ્યમાં થનારા કોઈ પણ કરાર પર ભરોસો કરવો મુશ્કેલ છે.' તેમણે અલાસ્કામાં પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતનો હવાલો આપતા કહ્યું કે, 'અગાઉ પણ અનેક સમજૂતી કરારનું સંપૂર્ણપણે પાલન કરવામાં નથી આવ્યું.'
ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકી હુમલાઓને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેહરાનનું કહેવું છે કે, 'અમેરિકાએ યુદ્ધવિરામ અને તણાવ ઓછો કરવાની દિશામાં થયેલા પ્રયાસોને નબળા પાડ્યા છે.' ઈરાને આરોપ લગાવ્યો કે, 'આ હુમલાઓમાં પરિવહન માળખા, માલવાહક જહાજો અને અન્ય નાગરિક સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી છે.'
ઈરાને સુરક્ષા કારણોનો હવાલો આપતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવર કામચલાઉ ધોરણે રોકવાની જાહેરાત કરી છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ જળમાર્ગ પર અમેરિકાનું નિયંત્રણ છે અને તેને ફરીથી ખોલી દેવામાં આવ્યો છે. બંને દેશોના દાવાઓ વચ્ચે આ વિસ્તારમાં તણાવ સતત યથાવત છે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026