'ચૂંટણી બોન્ડ કેસ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ..' નિર્મલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિના દાવાથી હડકંપ
March 28, 2024
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરીને પહેલા જ સનસનાટી મચાવ્યા બાદ હવે તેમના અર્થશાસ્ત્રી પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી બોન્ડ મામલે એવો દાવો કર્યો કે જેનાથી હડકંપ મચી ગયો છે. તેમણે દાવો કર્યો છે કે ચૂંટણી બોન્ડ ફક્ત દેશનું જ નહીં પરંતુ આખી દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે.
અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે મને લાગે છે કે ચૂંટણી બોન્ડનો મુદ્દો મહત્ત્વપૂર્ણ બની રહેશે. ભાજપની લડાઈ વિપક્ષી દળો કે પછી અન્ય પાર્ટીઓ સાથે નહીં પણ આ મુદ્દાને કારણે અસલ લડાઈ ભાજપ અને ભારતના લોકો વચ્ચે થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિએ આગળ કહ્યું કે મને લાગે છે કે ચૂંટણી બોન્ડ સંબંધિત મામલો આજની તુલનાએ વધારે જોર પકડશે. હવે આ મામલો હવાની જેમ પ્રસરી રહ્યો છે. ધીમે ધીમે બધાને સમજાઈ રહ્યું છે કે આ ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે. એવામાં મને લાગે છે કે આ મુદ્દાને લીધે કેન્દ્રની મોદી સરકારને મતદારો તરફથી આકરી સજા ફટકારાશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકર એક જાણીતા અર્થશાસ્ત્રી છે. તે 2014થી 2018 આંધ્રપ્રદેશ સરકારને સેવા આપી ચૂક્યા છે. તે કમ્યુનિકેશન એડવાઈઝર પણ રહ્યા છે. આંધ્રપ્રદેશના પ.ગોદાવરી જિલ્લાના નરસાપુરમમાં બે જાન્યુઆરી 1959ના રોજ જન્મેલા પરકલા પ્રભાકર લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં 1991માં ભણેલા છે. આ ઉપરાંત તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે.
Related Articles
ગુવાહાટીમાં મતદારોમાં જાગૃતિ લાવવા સાઈકલ રેલી યોજાઈ
ગુવાહાટીમાં મતદારોમાં જાગૃતિ લાવવા સાઈકલ...
પીયૂષ ગોયલે કહ્યુ,PM મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ
પીયૂષ ગોયલે કહ્યુ,PM મોદીના નેતૃત્વમાં દ...
Apr 28, 2024
‘તેઓ ચૂંટણીલક્ષી હિંદુ’ રાહુલગાંધીની અયોધ્યા યાત્રા પર મીનાક્ષી લેખીનો પ્રહાર
‘તેઓ ચૂંટણીલક્ષી હિંદુ’ રાહુલગાંધીની અયો...
Apr 28, 2024
સંદેશખાલી કેસ : અમારી માગ છે કે મમતા બેનર્જીની ધરપકડ થાય,BJP નેતાનું નિવેદન
સંદેશખાલી કેસ : અમારી માગ છે કે મમતા બેન...
Apr 28, 2024
દિલ્હી કોંગ્રેસને ઝટકો, અધ્યક્ષ પદેથી અરવિંદરસિંહ લવલીનું રાજીનામુ
દિલ્હી કોંગ્રેસને ઝટકો, અધ્યક્ષ પદેથી અર...
Apr 28, 2024
'ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી કર્યું', વડાપ્રધાન મોદી પર ખડગેના મોટા પ્રહાર
'ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી...
Apr 27, 2024
Trending NEWS
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
Apr 28, 2024