સંદેશખાલી કેસ : અમારી માગ છે કે મમતા બેનર્જીની ધરપકડ થાય,BJP નેતાનું નિવેદન

April 28, 2024

એક તરફ લોકસભાની ચૂંટણીને લઇને શાબ્દિક યુદ્ધ તો ચાલી જ રહ્યું છે. તો બીજી તરપ પશ્ચિમ બંગાળમાં પણ રાજકારણ તેજ છે. સંદેશખાલી મામલે સીબીઆઇ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિવિધ વિસ્તારોમાં રેડ પાડતા હથિયારો પણ મળી આવ્યા હતા. ત્યારે હવે આ મામલે પશ્ચિમ બંગાળના બીજેપી નેતાએ મમતા બેનર્જીને ઘેર્યા છે.

ભાજપના નેતા અગ્નિમિત્રા પોલે 27 એપ્રિલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી શેખ શાહજહાંનું સમર્થન કરી રહી છે. જો કે તેમણે મમતા બેનર્જીની ધરપકડની માંગ પણ કરી હતી.

ભારતીય જનતા નેતા અગ્નિમિત્રા પોલે વધુમાં જણાવ્યું હતું કે મમતા બેનર્જી કેવા મુખ્યમંત્રી છે કે જેઓ ખૂની, બળાત્કારીઓ અને આતંકવાદીઓની તરફેણ કરી રહ્યા છે. તેઓ (TMC) નોકરી માટે લાંચ લેનારાઓને બચાવવા કોર્ટમાં જઈ રહ્યા છે. શેખ શજહાંના ગુંડા પાસેથી પોલીસ તપાસ દરમિયાન બોમ્બ, RDX અને પોલીસની પિસ્તોલ મળી આવી.

જે પરથી સવાલ થાય છે કે શું તેઓ સંદેશખાલી જેવા સ્થળોએ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે ? તેમણે વધુમાં જણાવ્યુ કે ગુનેગારોને સજા ન કરીને સમર્થન આપી રહ્યા છે. રોહિંગ્યા લોકો પ.બંગાળમાં દખલ કરી રહ્યા છે. તેમણે મમતા બેનર્જીની પાર્ટીને ટેરરીસ્ટ બનાવતી પાર્ટી ગણાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની અને મમતા બેનર્જીની ધરપકડ કરવાની માંગ કરી હતી.