‘તેઓ ચૂંટણીલક્ષી હિંદુ’ રાહુલગાંધીની અયોધ્યા યાત્રા પર મીનાક્ષી લેખીનો પ્રહાર

April 28, 2024

લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો આવ્યો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક તરફ કોંગ્રેસના મેનિફેસ્ટોને લઇને શાબ્દિક યુદ્ધ ચાલી જ રહ્યુ છે પરંતુ બીજી તરફ હવે રાહુલ ગાંધી અયોધ્યાની મુલાકાત લેવાના હોવાના સમાચાર સામે આવતા ભાજપ દ્વારા ધારદાર ટિપ્પણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજેપી નેતા મિનાક્ષી લેખીએ શું કહ્યું તે જાણીએ.

રાહુલ ગાંધી અયોધ્યાના પ્રવાસે જવાના છે તેવા સમાચાર સામે આવતા ભારતીય જનતા પાર્ટીના નેતા મીનાક્ષી લેખીએ 27 એપ્રિલે કથિત રીતે દાવો કર્યો હતો કે રાહુલ અને સોનિયા ગાંધી ચૂંટણીલક્ષી હિન્દુ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણીલક્ષી હિન્દુઓ છે. જેઓ શ્રી રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે અને ચૂંટણી દરમિયાન તેઓ શ્રી રામને યાદ કરે છે.

તમામ ચૂંટણી વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે સત્તા વિરોધી લહેરમાં મતદાનની ટકાવારી ઊંચી રહે છે, જ્યારે સત્તા તરફી સ્થિતિમાં તે નીચે જાય છે કારણ કે લોકોને ખાતરી છે કે સરકાર કોણ બનાવી રહ્યું છે. દરેક વ્યક્તિ જાણે છે કે ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે તેમના મુખપત્રો સત્તા વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.