પેરિસ સળગી ઊઠ્યું: 1500 દુકાનો લૂંટાઈ, 1,000 પોલીસકર્મી ઘાયલ, મેક્રોન સરકાર મુશ્કેલીમાં!
October 19, 2026
ફ્રાન્સમાં શાળાઓની ખરાબ હાલત અને સતત વધી રહેલી મોંઘવારી સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. શનિવારે સમગ્ર દેશમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનોએ અચાનક હિંસક વળાંક લીધો હતો અને જોતજોતામાં રાજધાની પેરિસ સહિત આખો દેશ હિંસાની આગમાં હોમાઈ ગયો હતો. સરકારી આંકડા અનુસાર, આશરે 5.5 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ વણસતાં પોલીસે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,200 તોફાનીઓની ધરપકડ કરી છે. સરકારનું કહેવું છે કે પ્રદર્શનકારીઓ તરફથી હિંસામાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે.
રાજધાની પેરિસમાં બપોર સુધી આંદોલન શાંતિપૂર્ણ ચાલતું હતું, પરંતુ સાંજ પડતાં જ સ્થિતિ બેકાબૂ બની ગઈ. 'પ્લાસ દ લા રિપબ્લિક' જેવા મુખ્ય વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ વાહનો સળગાવી દીધા અને રસ્તા પર આગ લગાવી દીધી. હિંસક ભીડે કપડાં, ખાણી-પીણી સહિત અંદાજે 1500 જેટલી દુકાનોમાં લૂંટફાટ મચાવી તોડફોડ કરી અને એક રેસ્ટોરન્ટને સંપૂર્ણપણે આગને હવાલે કરી દીધી. ઉપદ્રવીઓને કાબૂમાં લેવા તોફાન વિરોધી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો તેમજ ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્તિયન લેકોર્નુએ જણાવ્યું કે આ હિંસક અથડામણમાં 1,000 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
હિંસાની આગ માત્ર પેરિસ પૂરતી સીમિત રહી નહોતી. લિયોન શહેરમાં ઉપદ્રવીઓએ ઐતિહાસિક ટુરિઝમ ઓફિસમાં આગ લગાવી દીધી. આ ઘટનાને લિયોનના મેયરે શહેર માટે મોટી દુર્ઘટના ગણાવી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અસામાજિક તત્વોએ ફાયર બ્રિગેડના જવાનોને આગ બુઝાવતા પણ અટકાવ્યા હતા. આ ઉપરાંત, લિમોજ શહેરમાં ટાઉન હોલમાં ભીષણ આગ લગાડવામાં આવી હતી, જેના કારણે ઐતિહાસિક ઈમારતની છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. સેન્ટ-એટિયેનમાં એક યુવક ગ્રેનેડ બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનો હાથ કપાઈ ગયો હતો. લિલ શહેરમાં એપલ સ્ટોરમાં ઘૂસીને સામાનની લૂંટ ચલાવવામાં આવી હતી.
આ સમગ્ર વિવાદની શરૂઆત શાળાઓની કથળતી વ્યવસ્થાથી થઈ હતી. 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે માધ્યમિક શાળાઓ (લિસી)માં પૂરતા શિક્ષકો નથી અને ઈમારતો જર્જરિત હાલતમાં છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ શાળાઓમાં વધુ રોકાણ અને સારા શિક્ષણની માગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. ત્યારપછી આ વિદ્યાર્થી આંદોલનમાં દેશના મોટા ટ્રેડ યુનિયનો અને વર્ષ 2018માં મોંઘવારી સામે મોરચો માંડનાર જાણીતું 'યેલો વેસ્ટ' આંદોલન પણ જોડાઈ ગયું. શિક્ષણ મંત્રીએ 3,000 વધારાના શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હોવા છતાં લોકોનો ગુસ્સો શાંત થયો નથી.
Related Articles
ભારત મહત્ત્વપૂર્ણ દેશ, ટેરિફ લગાવતા પહેલા વિચારવું પડશે : માર્કો રુબિયો
ભારત મહત્ત્વપૂર્ણ દેશ, ટેરિફ લગાવતા પહેલ...
Oct 19, 2026
...તો આ કારણે ભારત-ચીન સામે 100% ટેરિફ ન લગાવ્યો, ટ્રમ્પની પોલ ખુલી ગઇ!
...તો આ કારણે ભારત-ચીન સામે 100% ટેરિફ ન...
Oct 19, 2026
અમેરિકા અને સાઉદીના દબાણમાં પાકિસ્તાને ઈરાનની પીઠમાં છરો ભોંક્યો, બે બોર્ડર બંધ કરી!
અમેરિકા અને સાઉદીના દબાણમાં પાકિસ્તાને ઈ...
Oct 19, 2026
ટ્રમ્પ અમેરિકામાં સત્તા ગુમાવશે? નેતન્યાહૂએ કરી ભવિષ્યવાણી
ટ્રમ્પ અમેરિકામાં સત્તા ગુમાવશે? નેતન્યા...
Oct 19, 2026
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026