Breaking News :
અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદી સહિત દિગ્ગજો હાજર રહેશે પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં પતિ-પત્ની સહિત ત્રણના મોત, ચાલક ફરાર દિલ્હીમાં SIR વિરોધમાં CJPને ઝટકો, આશુતોષ રાંકા અને સૌરવ દાસની કસ્ટડી વધી, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો અલ્બાનિયાની તિરાનામાં વડાપ્રધાન એડી રામાની સામે લોકોનો આક્રોશ ફાટ્યો, સુપ્રીમ કોર્ટ સળગાવી, મંત્રાલયોમાં તોડફોડ કરી

પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં પતિ-પત્ની સહિત ત્રણના મોત, ચાલક ફરાર

October 20, 2026

બનાસકાંઠામાં રાજ્યમાં દશેરાના દિવસે પણ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા નજીક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને પેસેન્જર રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતાં રિક્ષાચાલક સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર વૃદ્ધ પતિ પોતાની બીમાર પત્નીને સારવાર માટે પાલનપુર ડાયાલિસિસ કરાવવા લઈ ગયા હતા. હોસ્પિટલ ખાતે સારવાર પૂર્ણ થયા બાદ બંને રિક્ષા ભાડે કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન પાલનપુર-ડીસા હાઈવે પર આવેલા બાદરપુરા ઘરનાળા પાસેથી પસાર થતી વખતે પાછળથી ધસી આવેલા અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષાના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને રિક્ષાચાલક તેમજ વૃદ્ધ દંપતી ગંભીર ઈજાઓને કારણે કાળનો કોળિયો બન્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા, જેના કારણે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

એક તરફ બીમારી સામે ઝઝૂમી રહેલી પત્નીની સારવાર કરાવી ઘરે પરત ફરી રહેલા દંપતીનો અકાળે કરુણ અંત આવતાં અને બીજી તરફ રોજગારી માટે નીકળેલા નિર્દોષ રિક્ષાચાલકનું મોત થતાં બંને પરિવારોમાં આક્રંદ છવાઈ ગયો છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.