Breaking News :
કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર દશેરાએ દિલ્હીમાં રાવણ સાથે 30 ફૂટના 'કોકરોચ'નું દહન!

ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ

October 21, 2026

ઇટાલીમાં હાલમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો અને ભીષણ હિંસાની લપેટમાં આવી ગયું છે. મિલાન સહિત દેશના અનેક મોટા શહેરોમાં રમખાણો અને તોડફોડની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તાજેતરમાં થયેલી હિંસક અથડામણોમાં 100થી વધુ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે, જ્યારે અનેક દુકાનોમાં લૂંટફાટ, તોડફોડ અને વાહનોને સળગાવી દેવાની ઘટનાઓ સામે આવી છે. આ ગંભીર પરિસ્થિતિને થાળે પાડવા માટે વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે એક કડક નવો સુરક્ષા વટહુકમ મંજૂર કર્યો છે.

વડા પ્રધાન મેલોનીએ સ્પષ્ટ કર્યું છે કે રાજકીય કે આર્થિક વિરોધના નામે હિંસા અને તોડફોડને સાંખી લેવામાં આવશે નહીં. નવા કાયદા હેઠળ પાંચ કે તેથી વધુ લોકોના જૂથમાં હિંસક પ્રદર્શનો કરનારાઓને 5 વર્ષ સુધીની જેલ અને 22,500 ડોલર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઓળખ છુપાવીને હિંસા કરનાર કે પૂર્વઆયોજિત તોડફોડ કરનાર પ્રદર્શનકારીઓ સામે વધુ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

આ કાયદાની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ એ છે કે જો સગીર બાળકો જાહેર કે ખાનગી મિલકતને નુકસાન પહોંચાડશે તો તેની આર્થિક જવાબદારી તેમના માતા-પિતા પર રહેશે. ક્ષતિગ્રસ્ત પોલીસ વાહનો, ટ્રાફિક સિગ્નલો કે દુકાનોના નુકસાનનું વળતર વાલીઓએ ચૂકવવું પડશે, જેથી કરદાતાઓ અને વેપારીઓ પર આર્થિક બોજ ન પડે. નવા આદેશ મુજબ 14 થી 17 વર્ષના સગીરોને જાહેર શાંતિ ભંગ થવાની આશંકાના આધારે પોલીસ નિવારક અટકાયતમાં લઈ શકશે અને 14 વર્ષથી વધુ વયના કિશોરોને પોતાના કૃત્ય માટે જવાબદાર માનવામાં આવશે.

ઇટાલી સરકારે વર્ષના અંત સુધીમાં મિલાનમાં વધુ 1000 સૈનિકો તૈનાત કરવાનો અને કિશોરો માટે અટકાયત કેન્દ્રો વધારવાનો નિર્ણય લીધો છે. આ વટહુકમ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે, જેને કાયમી કાયદો બનાવવા માટે 60 દિવસમાં સંસદની મંજૂરી મેળવવી જરૂરી રહેશે.