એપસ્ટિન ફાઈલ ફરી ચર્ચામાં, 2000થી વધુ વખત નામ આવનાર વ્યક્તિના રહસ્ય મોતથી ખળભળાટ
July 29, 2026
જેફરી એપસ્ટીનના અવસાનને વર્ષો વીતી ગયા હોવા છતાં, તેની સાથે જોડાયેલા નામો આજે પણ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં ફ્રાન્સથી આવેલા એક સમાચારથી આ રહસ્યમય નેટવર્ક પર ફરી સવાલો ઊભા થયા છે. મોડેલ સ્કાઉટ ડેનિયલ સિયાડ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. આ એ જ વ્યક્તિ છે જેનું નામ અમેરિકન ન્યાય વિભાગ (DOJ)ની જેફરી એપસ્ટીન ફાઇલોમાં 2000થી વધુ વખત નોંધાયેલું હતું. ફ્રાન્સના નેન્ટેરે પ્રોસિક્યુશન ઓફિસ અનુસાર, સિયાડનો મૃતદેહ પેરિસના પરા વિસ્તાર કોલોમ્બમાં આવેલા તેના ઘરેથી મળી આવ્યો હતો. હાલમાં મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે અને તપાસ ચાલુ છે.
ફેશન ઇન્ડસ્ટ્રીમાં લગભગ ત્રણ દાયકા સુધી મોડેલ સ્કાઉટ તરીકે કામ કરનાર સિયાડ એક જાણીતું નામ હતું. મોડેલ સ્કાઉટનું કામ નવી પ્રતિભાઓ અને મોડેલ્સને શોધીને એજન્સીઓ સાથે જોડવાનું હોય છે. સિયાડે સ્વીકાર્યું હતું કે 2000ના દાયકાની શરૂઆતમાં તેની મુલાકાત જેફરી એપસ્ટીન સાથે થઈ હતી. તેનો દાવો હતો કે તેમની વચ્ચે માત્ર વ્યવસાયિક સંબંધો હતા અને તેણે કેટલીક મોડેલ્સને જેફરી એપસ્ટીન સાથે મિલાવી હતી, પરંતુ તેને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ નહોતી.
આ વર્ષે જાહેર કરવામાં આવેલી અમેરિકન ન્યાય વિભાગની જેફરી એપસ્ટીન ફાઇલોમાં ડેનિયલ સિયાડનું નામ 2000થી વધુ વખત સામે આવ્યું હતું. આ દસ્તાવેજોમાં જેફરી એપસ્ટીન અને સિયાડ વચ્ચેના ઈમેઈલ અને મેસેજ સામેલ છે, જેમાં યુવતીઓ અને મોડેલ્સની પ્રોફાઇલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સિયાડ પર કેટલીક મહિલાઓ દ્વારા દુષ્કર્મ અને માનવ તસ્કરી જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા, જેનો તેણે હંમેશા ઇનકાર કર્યો હતો.
ડેનિયલ સિયાડ એ જેફરી એપસ્ટીન નેટવર્ક સાથે જોડાયેલી બીજી એવી ચર્ચિત વ્યક્તિ છે જેનું ફ્રાન્સમાં મોત થયું હોય. આ પહેલા 2022માં મોડેલ એજન્ટ જીન-લ્યુક બ્રુનેલ જેલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ફ્રાન્સના સરકારી વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે સિયાડના મોતથી આ કેસની તપાસ બંધ નહીં થાય. જેફરી એપસ્ટીન નેટવર્ક સાથે જોડાયેલા તમામ લોકોની ભૂમિકા અંગે સઘન તપાસ ચાલુ જ રહેશે.
Related Articles
દિલ્હીમાં પેલેટ ગન, બિહારમાં AK-47... વિદ્યાર્થીઓને કચડવા માંગે છે સિસ્ટમ: ફરી કેન્દ્ર સરકાર પર ભડક્યા રાહુલ ગાંધી
દિલ્હીમાં પેલેટ ગન, બિહારમાં AK-47... વિ...
Jul 27, 2026
એન્ટી પેપર લીક બિલ રજૂ થતા લોકસભામાં હોબાળો, વિપક્ષના આક્રમક મૂડથી ગૃહ બે વાગ્યા સુધી સ્થગિત
એન્ટી પેપર લીક બિલ રજૂ થતા લોકસભામાં હોબ...
Jul 27, 2026
સંસદ માર્ચ માટે એકજૂટ થતાં લોકો પર લાઠીચાર્જ, અભિજિત દીપકેએ કહ્યું - અમને કોઈ રોકી નહીં શકે
સંસદ માર્ચ માટે એકજૂટ થતાં લોકો પર લાઠીચ...
Jul 20, 2026
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદા...
Jul 14, 2026
દેશમાં મેઘતાંડવ : દિલ્હી-યુપી પાણીમાં, મહારાષ્ટ્ર-હરિયાણા બેહાલ અને હિમાચલ-ઉત્તરાખંડના પહાડો તૂટ્યા!
દેશમાં મેઘતાંડવ : દિલ્હી-યુપી પાણીમાં, મ...
Jul 10, 2026
વાયદા બજારમાં ફરી કડાકો, ઓલ ટાઈમ હાઈથી ચાંદી 2 લાખ તો સોનું 50,000 રૂપિયા સસ્તું
વાયદા બજારમાં ફરી કડાકો, ઓલ ટાઈમ હાઈથી ચ...
Jul 09, 2026
Trending NEWS
29 July, 2026
29 July, 2026
29 July, 2026
29 July, 2026
28 July, 2026
28 July, 2026
28 July, 2026
28 July, 2026
27 July, 2026
27 July, 2026