14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં આજે પણ મેઘરાજા બોલાવશે ધડબડાટી
July 28, 2025
અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અનેક જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે સોમવારે (28મી જુલાઈ) બપોરે એક વાગ્યા સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
જ્યારે અમદાવાદના દસ્ક્રોઈમાં 10.35 ઈંચ, મહેમદાવાદ 9.37 ઈંચ, માતરમાં 8.03 ઈંચ, મહુધામાં 7.05 ઈંચ, વાસોમાં 6.22 ઈંચ, કઠલાલમાં 5.31 ઈંચ, ઉમરેઠમાં 5.28 ઈંચ, સાણંદમાં 4.96 ઈંચ અને ખેડામાં 4.96 ઈંચ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (28મી જુલાઈ) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Related Articles
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના આમંત્રણ બાદ પણ મડાગાંઠ યથાવત
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના...
Jun 28, 2026
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે...
Jun 27, 2026
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શોના નામે સુરતના વેપારી સાથે રૂ. 1.41 કરોડની ઠગાઈ!
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના...
Jun 26, 2026
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસા...
Jun 25, 2026
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ...
Jun 25, 2026
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ...
Jun 24, 2026
Trending NEWS
27 June, 2026
27 June, 2026
27 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
25 June, 2026