અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે આગની ઘટના
May 02, 2025
અમદાવાદ : હાલ રાજ્યમાં વધતી જતી ગરમીની સાથે આગ લાગવાની ઘટનાઓના બનાવ પણ વધતા જાય છે. ત્યારે આજે અમદાવાદ શહેર 5 અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. જેમાં અમદાવાદના ચંડોળા અને વટવા ખાતે આવેલી ઝૂંપડીપટ્ટી , પ્રહલાદ નગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસ, વટવા જીઆઇડીસી ફેઝ-4ની કેમિકલ ફેક્ટરી અને બાપુનગર વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાની ઘટના બની. આગના બનાવને પગલે ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કવાયત હાથ ધરી છે.
અમદાવાદની વટવા GIDC ફેઝ-4માં આવેલી જયશ્રી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના કારણે આસપાસની 4થી 5 કંપનીઓ આગની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રાયસો શરૂ કર્યા છે.
મળતી માહિતી મુજબ, પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના બેસમેન્ટમાં આગની ઘટના સામે આવી હતી. આગની ઘટનામાં અનેક વાહનો બળી ગયા હતાં. આગની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. વાહનોમાં લાગેલી આગના કારણે તેનું સ્વરૂપ વિકરાળ બની ગયું હતું. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી. ફાયર વિભાગ આગ ઓલવ્યા બાદ આગ લાગવાના કારણ વિશે તપાસ હાથ ધરશે. હાલ, આગ લાગવાનું કારણ અકબંધ છે.
Related Articles
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026