પૂર્વ કેન્દ્રીય મંત્રીની સાડીમાં આગ લાગી, ગંભીર રીતે દાઝતા અમદાવાદ રિફર
March 31, 2025

: રાજસ્થાનના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસ ઉદરપુરમાં પોતાના ઘરે આગમાં દાઝ્યા છે. ડો. ગિરિજા વ્યાસ પોતાના ઘરે પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન ગંભીર રીતે દાઝ્યા હતા. પોતાના ઘરે ગંગૌર પૂજા દરમિયાન સાડીને આગ લાગી જતાં શરૂઆતમાં તેમને ઉદયપુરની અમેરિકન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસ પોતાના ઘરે ગંગૌર પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન પૂજાના દીવાની જ્યોતથી તેમનો સાડીનો પલ્લુ સળગ્યો અને તેઓ દાઝી ગયા. જ્યારે તેના ઘરે કામ કરતા વ્યક્તિએ આગમાં લથપથ જોયા બાદ પ્રથમ તેમને ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી મુજબ તેમના પુત્ર ગોપાલ શર્મા પણ ત્યાં પહોંચી ગયા છે. હાલ તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસના પુત્ર ગોપાલ શર્માએ જણાવ્યું કે તેઓ ફાર્મ હાઉસ પર હતા. તેમને ઘરમાં આગ લાગી હોવાની માહિતી મળી, જેમાં તેમની માતા ડૉ. ગિરિજા વ્યાસ દાઝી ગયા. તે તરત જ હોસ્પિટલ પહોંચ્યો અને તેની માતા સાથે અમદાવાદ આવવા રવાના થયા છે. પુત્ર ગોપાલ શર્માએ જણાવ્યું કે તેની માતા ડૉ. ગિરિજા વ્યાસ ઘરે પૂજા કરી રહી હતી. તે નિયમિતરૂપે પૂજા અર્ચના કરે છે પરંતુ હાલ નવરાત્રિ પર્વે ગંગૌરની વિશેષ પૂજા કરવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં દીવાની આગ થકી તે દાઝી ગયા છે.
Related Articles
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની...
Jul 07, 2025
ઓપરેશન સિંદૂર બાદ રાફેલ અંગે ચીને અફવા ફેલાવી હતી, ફ્રાન્સના ગુપ્ત રિપોર્ટમાં ખુલી પોલ
ઓપરેશન સિંદૂર બાદ રાફેલ અંગે ચીને અફવા ફ...
Jul 07, 2025
વિદ્યાર્થિનીને મદદની યોગીની ખાતરી છતા શાળાએ ફી માફ ના કરતા વિવાદ
વિદ્યાર્થિનીને મદદની યોગીની ખાતરી છતા શા...
Jul 07, 2025
ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ... બાધા પૂરી થતાં મંદિરમાં યુવકે ભગવાનને ચઢાવી ભેટ
ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ... બાધ...
Jul 07, 2025
યુટ્યુબર છોકરીના પ્રેમમાં પાગલ યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને આત્મહત્યા કરી લેતા હડકંપ
યુટ્યુબર છોકરીના પ્રેમમાં પાગલ યુવકે ઈન્...
Jul 07, 2025
'હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો...' 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડની કબૂલાત!
'હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો...'...
Jul 07, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025