ચાર જગદગુરુએ પરીક્ષા લીધી, ફિલ્મોમાં વાપસી અશક્ય..: મહામંડલેશ્વર બન્યા પછી મમતા કુલકર્ણીએ શેર કર્યો અનુભવ
January 27, 2025
જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી હવે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ચૂકી છે. મહાકુંભ 2025માં મમતા કુલકર્ણીએ આસ્થાની ડૂબકી લગાવી હતી. ત્યારબાદ તેણે કિન્નર અખાડાનો ભાગ બનવાની જાહેરાત કરી હતી. 24 જાન્યુઆરીને સંધ્યાએ મમતાએ પોતાનું પિંડદાન કર્યું હતું. ત્યારબાદ કિન્નર અખાડામાં તેનો પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો. મહામંડલેશ્વર બન્યા પછી મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે, '144 વર્ષ પછી આવો અવસર આવ્યો છે. ત્યારે મને મહામંડલેશ્વર બનાવવામાં આવી છે. આ આદ્યશકિત જ કરી શકે છે. મેં કિન્નર અખાડાને એટલા માટે પસંદ કર્યું કારણ કે આ અખાડામાં કોઈ પણ જાતનું બંધન નથી, આ સ્વતંત્ર અખાડો છે. તમને જીવનમાં બધું જ જોઈએ છે. પરંતુ ધ્યાન એવી વસ્તુ છે કે જે તમને ભાગ્યે જ મળે છે. સિદ્ધાર્થે (ગૌતમ બુદ્ધ) પણ જીવનમાં ઘણું બધું જોયું હતું પરંતુ પછી તેમનામાં પરિવર્તન આવ્યું હતું.' કિન્નર અખાડાનો ભાગ બન્યા પછી મમતા કુલકર્ણીએ નામ બદલાવીને શ્રી યામીની મમતા નંદ ગીરી કરી દીધું છે. મહામંડલેશ્વર બનવાનની પક્રિયાને લઈને કુલકર્ણીએ જણાવ્યું હતું કે, 'ચાર જગદગુરુએ મારી પરિક્ષા લીધી હતી. મને ઘણાં કઠિન સવાલો પૂછવામાં આવ્યા હતાં. મારા જવાબથી તેઓ સમજી ગયા કે મેં કેટલી તપસ્યા કરી છે. છેલ્લા બે દિવસથી તેઓ મને મહામંડલેશ્વર બનવાની વિનંતી કરી રહ્યા હતા.'મમતાને એ સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે, શું તે ફરીથી ફિલ્મોમાં કામ કરશે? તેના જવાબમાં મમતાએ કહ્યું હતું કે, 'આની તો હું કલ્પના પણ ન કરી શકું, આ મારા માટે શક્ય નથી. કિન્નર અખાડાના લોકો પોતે જ પરમેશ્વર છે. આ લોકો સદા શિવ આદિશક્તિના સ્વરૂપ છે. આ મારા 23 વર્ષના અભ્યાસ માટે ઓલમ્પિકસ મેડલ જીતવા સમાન છે.' કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી ત્રિપાઠીએ મમતા અંગે જણાવતા કહ્યું હતું કે, 'છેલ્લા 2 વર્ષોથી મમતા અમારા સંપર્કમાં હતી. તે સનાતન સાથે જોડાવવા માંગતી હતી. અગાઉ તે જુના અખાડાની શિષ્ય હતી. પછી તે અમારા સંપર્કમાં આવી હતી ત્યારે તેણે પદની માંગણી કરી હતી. ત્યારે અમે તેને બધી જ પ્રક્રિયા વિશે જણાવ્યું હતું.'
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
28 March, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધ...
28 March, 2026
હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે 2 ભારતીય ઓઈલ ટેન્કર...
28 March, 2026
સાઉદી બાદ બહેરીનમાં અમેરિકન બેઝને ઈરાને હચમચાવ્યું...
28 March, 2026
અમેરિકામાં હવેથી ડૉલરની નોટો પર ડોનલ્ડ ટ્રમ્પના હસ...
28 March, 2026
ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹308 કરોડ એકલ...
28 March, 2026
નેપાળમાં સરકાર બદલાતા જ પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીન...
28 March, 2026
નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમાનજીની ૧૩૧...
28 March, 2026
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલ...
28 March, 2026
ઈરાન અને હિઝબુલ્લાહ બાદ યુદ્ધમાં યમનની પણ એન્ટ્રી!...
28 March, 2026